US News: પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર હુમલાનું બટન રહ્યુ, વાંચો રસપ્રદ વિગતો

|

Oct 12, 2022 | 7:29 AM

સિક્રેટ કોડમાં બે સૌથી મહત્વની વસ્તુઓ બિસ્કિટ અને ફૂટબોલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ (US President)એકમાત્ર વ્યક્તિ છે જેની પાસે યુદ્ધની આ બે સૌથી મહત્વપૂર્ણ બાબતોની માહિતિ રહે છે.

US News: પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર હુમલાનું બટન રહ્યુ, વાંચો રસપ્રદ વિગતો
US Vice President Kamala Harris

Follow us on

રશિયા-યુક્રેન(Russia-Ukraine)માં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિને(Vladimir Putin) પરમાણુ હુમલાની ધમકી આપી છે. અમેરિકા (America)પણ આનો જવાબ આપવા તૈયાર છે. ‘પરમાણુ હુમલાનું બટન’ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન(US President Joe Biden) પાસે છે. આ બટન બીજું કંઈ નથી પરંતુ એક બ્લેક સૂટકેસ છે જે હંમેશા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે રહે છે. આ સૂટકેસમાં પરમાણુ હુમલા સાથે જોડાયેલી તમામ માહિતી છે. એટલે કે, ત્યાં ટોચના ગુપ્ત કોડ અને યોજનાઓ છે જે રાષ્ટ્રપતિને પરમાણુ હુમલા કરવાની ક્ષમતા આપે છે.

આ સિક્રેટ કોડ્સની મદદથી અમેરિકા મેનુમાંથી પોતાનું ટાર્ગેટ પસંદ કરશે અને દુનિયામાં ગમે ત્યાં પરમાણુ બોમ્બ ફેંકી શકશે. આ સિક્રેટ કોડ્સમાં બે સૌથી મહત્વની વસ્તુઓ બિસ્કિટ અને ફૂટબોલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એકમાત્ર વ્યક્તિ છે જેની પાસે યુદ્ધની આ બે સૌથી મહત્વપૂર્ણ બાબતો છે.

ફૂટબોલ એ યુદ્ધ યોજનાનું મેનૂ છે, જેમાં કેવી રીતે અને ક્યાં હુમલો કરવો તેની તમામ માહિતી છે. બિસ્કીટ એવી વસ્તુ છે જેમાં તમામ ગુપ્ત કોડ રેકોર્ડ કરવામાં આવે છે. આ કોડને ગોલ્ડ કોડ કહેવામાં આવે છે. તેના દ્વારા રાષ્ટ્રપતિ પોતાની ઓળખ આપે છે અને આદેશ આપે છે. ક્રેડિટ કાર્ડ જેવું દેખાતું આ બિસ્કિટ પણ દરેક સમયે રાષ્ટ્રપતિ પાસે રહે છે. જો કે, અત્યાર સુધી એવો એક જ પ્રસંગ આવ્યો છે જ્યારે આ બંને વસ્તુઓ મહિલા કમાન્ડર-ઇન-ચીફને સોંપવામાં આવી હતી, તે પણ સંપૂર્ણ 85 મિનિટ માટે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

19 નવેમ્બર 2021નો દિવસ અમેરિકા માટે ઐતિહાસિક હતો. તે જ દિવસે જો બિડેનનું એનેસ્થેસિયા હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કમાન્ડર-ઇન-ચીફ બનનાર પ્રથમ અમેરિકન મહિલા બન્યા હતા. આ દરમિયાન 85 મિનિટ સુધી બિસ્કિટ અને ફૂટબોલ બંને તેમની પાસે રહ્યા હતા. આ સાથે, આ પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ મહિલા કમાન્ડર-ઈન-ચીફને પરમાણુ હુમલાની બે સૌથી મહત્વપૂર્ણ બાબતો એટલે કે પરમાણુ હુમલાના બટનની જવાબદારી સોંપવામાં આવી.

તમને જણાવી દઈએ કે, ન્યુક્લિયર એટેકનું મેનૂ કહેવાતું ફૂટબોલનું સત્તાવાર નામ પ્રેસિડેન્શિયલ ઈમરજન્સી સેચેલ છે. કોઈને તેની ઝલક પણ મળતી નથી. આજ સુધી આવું માત્ર એક જ વાર બન્યું છે જ્યારે લોકોની નજર તેના પર હતી. 1963માં, જ્હોન એફ. કેનેડી તેમના પરિવાર સાથે હયાનિસ પોર્ટ, મેસેચ્યુસેટ્સ ખાતે રજાઓ ગાળી રહ્યા હતા. તે જ સમયે લેવામાં આવેલી તસવીરોમાં તે પાછળ જોવા મળ્યો હતો.

Published On - 7:29 am, Wed, 12 October 22

Next Article