Breaking News : વિશ્વમાં ફરી વધ્યો યુદ્ધનો ખતરો, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે નવા હવાઈ હુમલાથી ચિંતા

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. તાજેતરના અમેરિકી હવાઈ હુમલાઓ (CENTCOM) બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ હુમલા ઈરાન-સમર્થિત જૂથોને નિશાન બનાવીને કરાયા હોવાનો અમેરિકાનો દાવો છે.

Breaking News : વિશ્વમાં ફરી વધ્યો યુદ્ધનો ખતરો, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે નવા હવાઈ હુમલાથી ચિંતા
| Updated on: Jul 29, 2026 | 7:59 PM

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. તાજેતરના હવાઈ હુમલાઓ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ વધુ ગંભીર બની છે, જેના કારણે વૈશ્વિક સ્તરે પણ ચિંતા વધી રહી છે. આ વધતા તણાવની અસર આંતરરાષ્ટ્રીય બજારો અને ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. આ દરમિયાન નવા હુમલાઓને કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 28 જુલાઈએ ઇરાકના કેટલાક વિસ્તારોમાં એવા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી અમેરિકા અને તેના સહયોગી દેશો સામે હુમલાની યોજના બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

IRGC નું સમર્થન હોવાનો આરોપ

સેન્ટકોમે સોશિયલ મીડિયા પર જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું છે કે આ કાર્યવાહી એવા સશસ્ત્ર જૂથો સામે કરવામાં આવી હતી, જેમને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નું સમર્થન હોવાનો આરોપ છે. અમેરિકી દાવા મુજબ, આ જૂથો દ્વારા અમેરિકી દળો અને સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા 72 કલાક દરમિયાન 30થી વધુ ડ્રોન હુમલાના પ્રયાસો નોંધાયા હતા. તેના જવાબમાં અમેરિકા અને તેના સહયોગીઓએ ઇરાકના પૂર્વીય વિસ્તારોમાં હવાઈ કાર્યવાહી કરી હતી. આ હુમલામાં કથિત રીતે આતંકવાદી સંગઠનોના હથિયાર ભંડારો અને અન્ય વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

600 હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા

સેન્ટકોમે એવો પણ દાવો કર્યો છે કે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે અમેરિકી દળો પર લગભગ 600 હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આ દાવાઓ અંગે ઇરાક અથવા અન્ય સંબંધિત પક્ષો તરફથી અલગથી પુષ્ટિ મળી નથી.

મધ્ય પૂર્વમાં વધી રહેલા આ તણાવને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સંઘર્ષ વધુ વિસ્તરશે તો તેની સીધી અસર વૈશ્વિક વેપાર, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે છે. હાલ સમગ્ર વિશ્વની નજર આ વિસ્તારમાં થઈ રહેલા વિકાસ પર કેન્દ્રિત છે.

કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કરતા વિદ્યાર્થીઓ માટે IRCCની મહત્વપૂર્ણ એડવાઇઝરી, જાણો હવે કોણ કરી શકશે કામ

Follow Us
Loading...
Unable to load recommendations.