
ઈઝરાયેલ અને અમેરિકાનું ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ સતત ઘાતક બની રહ્યું છે. ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) માં અમેરિકી વાયુસેનાએ તેના સૌથી જૂના પરંતુ સૌથી ઘાતક સ્ટ્રેટેજિક બોમ્બર બી-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ (B-52H Stratofortress) ને સક્રિયપણે તૈનાત કરી દીધું છે.
આ બોમ્બર 1950ના દાયકાથી અમેરિકાની સેવામાં છે પરંતુ આધુનિક અપગ્રેડ સાથે આજે પણ અમેરિકાની પરમાણુ ત્રિશક્તિ (Nuclear Triad) નો મહત્વનો હિસ્સો છે.
Nuke-capable B-52 takes off to bomb Iran https://t.co/yNPMD450S7 pic.twitter.com/rf4erOB9R2
— RT (@RT_com) March 15, 2026
માર્ચમાં હવે ત્રણ બી-52 બ્રિટનના RAF ફેરફોર્ડ બેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ ઈરાન પર હુમલા માટે ઉડાન ભરી રહ્યા છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, પ્રથમ 100 કલાકમાં 2,000 થી વધુ લક્ષ્યો પર હુમલા થયા હતા. આમાં B-52, B-1 અને B-2 બોમ્બર્સ જોડાયેલા હતા.
બી-52ની તાકાત માત્ર પરમાણુ શક્તિમાં જ નહીં પરંતુ તેની વિશ્વસનીયતા અને મોટાપાયે હુમલો કરવાની ક્ષમતામાં છે. ઈરાનનું એર ડિફેન્સ પહેલાથી જ નબળું પડી ગયું છે, જેનાથી બી-52 જેવા મોટા બોમ્બર્સ વધુ જોખમ વિના ઊંડા હુમલા કરી શકે છે.
જો યુદ્ધ પરમાણુ સ્તર સુધી પહોંચે તો તે વિશ્વ માટે વિનાશ લાવી શકે છે પરંતુ હાલમાં અમેરિકાએ પરંપરાગત હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈરાનના મિસાઈલ અને કમાન્ડ સેન્ટરને નષ્ટ કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બોમ્બર અમેરિકી વાયુ શક્તિનું પ્રતિક છે, જે દાયકાઓ જૂનું હોવા છતાં આજે પણ દુશ્મનો માટે સૌથી મોટો ખતરો બનેલું છે.