Corona : કોરોનાથી અમેરિકા વિશ્વનો સૌથી વધુ પ્રભાવિત દેશ થયો, મૃત્યુઆંક 8 લાખને પાર તો અત્યાર સુધીમાં 5 કરોડ કેસ નોંધાયા

|

Dec 15, 2021 | 9:44 AM

US Pandemic News: અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. આ દેશ વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

Corona : કોરોનાથી અમેરિકા વિશ્વનો સૌથી વધુ પ્રભાવિત દેશ થયો, મૃત્યુઆંક 8 લાખને પાર તો અત્યાર સુધીમાં 5 કરોડ કેસ નોંધાયા
File Image

Follow us on

Covid-19 in US: અમેરિકામાં (America)કોરોના વાયરસથી (Corona virus)  કુલ મૃત્યુઆંક 800,000 ને વટાવી ગયો છે. આ સંખ્યા વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ છે. આ ઉપરાંત, સોમવારે, સંક્રમિત કુલ કેસોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ છે. રસી લીધા વિના લોકો અને વૃદ્ધોમાં મૃત્યુ દર વધવાની સંભાવના છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં ગયા વર્ષની સરખામણીમાં વધુ મોત નોંધાશે. દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

છેલ્લા 1, 00,000 મૃત્યુ માત્ર 11 અઠવાડિયામાં થયા છે. જે ગયા શિયાળા કરતા વધુ છે. જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના રોગચાળાના નિષ્ણાત ડૉ. કેરી અલ્થોફે જણાવ્યું હતું કે, ‘આપણે જે રોગ જોઈ રહ્યા છીએ તે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી વસ્તીમાં હાર્ડ ઇમ્યુનીટીનું એક લેવલ ન હોય, જે રોગને અટકાવી શકે. અમે હજી તે સ્તરે પહોંચ્યા નથી.’

અમેરિકામાં કોરોના વાયરસના કારણે પ્રથમ મૃત્યુ સિએટલ વોશિંગ્ટનમાં નોંધાયું હતું. જેને 650 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ સ્થિતિ કાબુમાં આવી શકી નથી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ત્રણ રસીને મળી મંજૂર

ફાઈઝર રસી સૌપ્રથમ અમેરિકામાં મંજૂર કરવામાં આવી હતી. ગત શિયાળાથી લોકોને લગાડવામાં આવી રહ્યું છે. તે સમયે 300,000 થી વધુ મૃત્યુ નોંધાયા હતા આ વર્ષે એપ્રિલમાં, વધુ બે રસીઓ – મોડર્ના અને સિંગલ-ડોઝ જોન્સન એન્ડ જોન્સન મંજૂર કરવામાં આવી હતી. ત્રણેય રસીઓ તમામ ઉંમરના પુખ્ત વયના લોકોને આપવામાં આવી રહી છે.

800,000નો આ આંકડો બોસ્ટન અથવા વોશિંગ્ટન ડીસી જેવા શહેરોની કુલ વસ્તી કરતાં વધુ છે. આશ્ચર્યજનક રીતે, રોગચાળામાં મૃત્યુ પામેલા અમેરિકનોની સંખ્યા બીજા વિશ્વ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકનો કરતા બમણી છે.

બ્રાઝિલ બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે
અમેરિકામાં મૃત્યુઆંક અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. બ્રાઝિલ વિશ્વનો બીજો સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત દેશ છે. જ્યાં 6,16,000 થી વધુ લોકોના મોત થયા છે. ભારત ત્રીજા સ્થાને છે. અહીં 475,000 થી વધુ મૃત્યુ થયા છે. રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે લોકોને રસી ન મળવાને કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ડૉ. એન્થોની ફૌસી, યુએસ પ્રમુખ જો બાઈડનના મુખ્ય તબીબી સલાહકારે જણાવ્યું હતું કે નવી ઓમિક્રોન વેરિઅન્ટ યુએસમાં ફેલાતો મુખ્ય પ્રકાર બની શકે છે.

આ પણ વાંચો : Omicron Variant: અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિઅન્ટ ઓમિક્રોન છે, દર્દીઓ અને મૃત્યુઆંક વધવાની ધારણા – WHO

આ પણ વાંચો : હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર

Next Article