કાશ્મીર મુદ્દે નિવેદન આપી ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ વિવાદોમાં સપડાયા, અમેરિકાના દાવાને ભારતે નકાર્યો

|

Jul 23, 2019 | 5:17 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ખોટું બોલીને દુનિયા સામે ઉઘાડા પડી ગયા છે. તેમના જુઠ્ઠાણાનો ભારતે તો પર્દાફાશ કર્યો જ છે. સાથે સાથે તેમના જ સાંસદે તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી તે દરમિયાન ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઓફર આપી. ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો […]

કાશ્મીર મુદ્દે નિવેદન આપી ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ વિવાદોમાં સપડાયા, અમેરિકાના દાવાને ભારતે નકાર્યો

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ખોટું બોલીને દુનિયા સામે ઉઘાડા પડી ગયા છે. તેમના જુઠ્ઠાણાનો ભારતે તો પર્દાફાશ કર્યો જ છે. સાથે સાથે તેમના જ સાંસદે તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી તે દરમિયાન ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઓફર આપી. ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે- મધ્યસ્થતા કરવા તેઓ તૈયાર છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે- પીએમ મોદીએ પણ તેમને મધ્યસ્થતા કરવા માટે કહ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

આ પણ વાંચોઃ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ગણતરી શરૂ, વોર્ડ-9માં વિજય સાથે ભાજપનું ખાતું ખૂલ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ આ નિવેદન કરીને જાતે જ વિવાદોમાં સપડાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે ફગાવી દીધો છે. ટ્રમ્પના એ દાવાનું વિદેશ મંત્રાલયે ખંડન કરી દીધું છે જેમાં તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેક તેમની મદદ માંગી હતી. ભારતે કહ્યું કે, પાકિસ્તાન સાથે ભારત માત્ર દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કાશ્મીર પર ભારતનું વલણ પહેલાની જેમ સ્પષ્ટ છે. અને કોઈ ત્રીજી પાર્ટીને હસ્તક્ષેપ નહીં કરવા દેવામાં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે, અમે અમેરિકાની ટીપ્પણી જોઈ કે, જો ભારત અને પાકિસ્તાન અપીલ કરે છે તો તે મધ્યસ્થતા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવી કોઈ અપીલ કરી નથી, ભારત પોતાના વલણ પર અડગ છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ સંભવ થશે જ્યારે તે સરહદ પર આતંકવાદ ખતમ કરશે, શિમલા સમજૂતી અને લાહૌર ઘોષણા ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રૂપે તમામ મુદ્દાઓનું સમાધાન લાવવા માટે આધાન પ્રદાન કરે છે.

[yop_poll id=”1″]

Next Article