UNHRC : ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલન પર ભારતે UN માનવધિકાર પરિષદને આપ્યો સણસણતો જવાબ

|

Feb 27, 2021 | 7:18 PM

ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે કે હવે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (UNHRC)ની ઉપલબ્ધિઓ અને નિષ્ફળતાઓને આંકલનનો સમય આવી ગયો છે.

UNHRC : ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલન પર ભારતે  UN માનવધિકાર પરિષદને આપ્યો સણસણતો જવાબ

Follow us on

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને ભારતના ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલન પર કરવામાં આવેલા બિનજરૂરી નિવેદનો અંગે આડકતરી રીતે સણસણતો જવાબ આપ્યો છે. માનવાધિકાર પરિષદના 46માં સત્રમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે ભારત સરકારે ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલનને ખુબ માન આપ્યું છે. ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર તેમની સાથે સતત ચર્ચા-વિચારણા કરી રહી છે.

નિષ્પક્ષતા અને તટસ્થતા માનવાધિકારના એકમો
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય ઇન્દ્રમણી પાંડેએ UNHRCના વડા મિશેલ બેચેલેટના ખેડૂત કાયદા વિરોધી આંદોલન અંગેના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે નિષ્પક્ષતા અને તટસ્થતા માનવાધિકારના એકમો હોવા જોઈએ. અમને ખેદ છે કે UNHRCના વડા મિશેલ બેચેલેટના મૌખિક નિવેદનમાં આ બંનેનો અભાવ છે.

ખેડૂતોને મજબુત કરવા એ જ ત્રણ ખેડૂત કાયદાઓનો ઉદ્દેશ
ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે ભારત સરકારે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ત્રણ ખેડૂત કાયદા લાગુ કરવાના ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને તેમની પેદાશની વાસ્તવિક કિંમત નક્કી કરવી અને તેમની આવક વધારવી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવા કાયદાઓ નાના ખેડૂતો માટે ફાયદાકારક
ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે આ કાયદાઓ ખાસ કરીને નાના ખેડૂતો માટે ફાયદાકારક
છે. આ કાયદાઓ નાના ખેડૂતોને વધુ વિકલ્પો પૂરા પાડશે. UNHRCના વડા મિશેલ બાચેલેટને આશા હતી કે ભારત સરકાર અને ખેડૂત કાયદાન વિરોધી આંદોલનકરીઓ વચ્ચે ચાલી રહેલ વિવાદનો કોઈ સંવાદથી ઉકેલ આવે. બાચેલેટે આંદોલનને કવર કરનાર પત્રકારો સામેની કાર્યવાહી અને ઇન્ટરનેટ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાના પ્રયાસોની ટીકા કરી હતી.

UNHRCની ઉપલબ્ધિઓ અને નિષ્ફળતાઓના આંકલનનો સમય
ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે કે હવે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (UNHRC)ની ઉપલબ્ધિઓ અને નિષ્ફળતાઓને આંકલનનો સમય આવી ગયો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની આ શાખાને તેના ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે તેને મજબૂત અને સુધારવાના માર્ગો શોધી કાઢવા જોઈએ. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે માનવાધિકારને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે ભારતનું વલણ સર્વસમાવેશક સમાજ અને બિનસાંપ્રદાયિક રાજકારણવાળી જીવંત લોકશાહી તરીકેના પોતાના અનુભવ પર આધારિત છે.

Next Article