Russia Ukraine War: યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરો, નહીં તો NATOની ધરતી પર રશિયન રોકેટ હુમલો કરશે: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

ઝેલેન્સકીએ કહ્યું કે હું કીવ, નિપ્રો, વિત્રિત્સિયા, લવીવ, ચેર્નિહીવ, ડોનબાસ, ખાર્કિવ, મેલિટોપોલ, મારિયુપોલમાં કામ કરતા તમામ ડોકટરો અને નર્સોનો આભારી છું.

Russia Ukraine War: યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરો, નહીં તો NATOની ધરતી પર રશિયન રોકેટ હુમલો કરશે: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી
Volodymyr Zelenskyy (File Image)
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:31 AM

યુક્રેન અને રશિયા (Russia Ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Ukrainian President Volodymyr Zelensky)એ નાટોને (NATO) તેમના દેશમાં નો-ફ્લાય ઝોન લાગુ કરવા વિનંતી કરી છે. દેશને સંબોધતા તેમણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે નાટોને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી કે રશિયા જરૂરી પ્રતિબંધો વગર યુદ્ધ શરૂ કરશે, તેમની સમગ્ર વિચારધારા જુઠ્ઠાણા પર આધારિત છે અને તેઓ નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઈપલાઈનનો ઉપયોગ હથિયાર તરીકે કરશે.

તેમને કહ્યું “જો તમે અમારા આકાશને બંધ નહીં કરો તો રશિયન રોકેટો તમારા પ્રદેશમાં પહેલા પડશે, નાટો નાગરિકોના ઘરો પર હુમલો કરશે. “આ સાથે તેમણે યુદ્ધ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ શેયર કરી છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યાવોરીવ પરીક્ષણ સ્થળ પર ગોળીબાર થયો છે, જે દર્શાવે છે કે રશિયાને ધમકી આપવાથી કામ નહીં થાય. હોસ્પિટલમાં અમારા લોકોની મુલાકાત કરી. ત્યાં રશિયનોની પણ સારવાર કરવામાં આવી રહી છે.

યુક્રેનના ડોક્ટરોએ આભાર વ્યક્ત કર્યો

ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનના ડોકટરો રશિયનોનો જીવ બચાવી રહ્યા છે અને તે સમજી શકાય તેવું છે. કારણ કે તેઓ માણસો છે, પ્રાણીઓ નથી. હું કીવ, નિપ્રો, વિત્રિત્સિયા, લવીવ, ચેર્નિહીવ, ડોનબાસ, ખાર્કિવ, મેલિટોપોલ, મારિયુપોલમાં કામ કરતા તમામ ડોકટરો અને નર્સોનો આભારી છું. તેમના તરફથી કહેવામાં આવ્યું કે બુલ્ગારિયા, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, પોલેન્ડ અને બ્રિટન સાથે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંત્રણા થઈ છે.

હ્યુમન કોરિડોર કરી રહ્યા છે કામ

યુદ્ધ ખતમ કરવા માટે રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે પણ વાતચીત થશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન-રશિયા સંવાદમાં અમારા પ્રતિનિધિમંડળનું કાર્ય રાષ્ટ્રપતિઓની બેઠકનું આયોજન કરવા માટે તમામ પ્રયાસો કરવાનું રહેશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે દસથી વધુ માનવ કોરિડોરમાં કામ ચાલી રહ્યું છે. કિવ, લુહાન્સ્ક પ્રદેશમાં એક દિવસમાં 5,550 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. છ દિવસમાં 1,30,000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ દુ:ખની વાત છે કે મારીયુપોલમાં હ્યુમન કોરિડોર બ્લોક કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાનો મોટો દાવો, યાવોરીવ મિલિટરી બેઝ પર હુમલામાં 180 વિદેશી ભાડૂતી સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો

આ પણ વાંચો: Ukraine War : યુક્રેનમાં પોલેન્ડ બોર્ડર પાસે રશિયાનો સૌથી મોટો હુમલો, આકાશમાંથી બોમ્બ વરસ્યા, 9ના મોત, 57 ઘાયલ