Ukraine Russia War: કિવ નજીક યુક્રેનનું લશ્કરી વિમાન તૂટી પડ્યુ, કુલ 14 લોકો હતા સવાર

|

Feb 24, 2022 | 8:04 PM

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી એવી વિગત બહાર આવી છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે યુક્રેને 50 રશિયન સૈનિકોને ઠાર માર્યા છે અને તેમના 6 વિમાનોને નષ્ટ કર્યા છે..

Ukraine Russia War: કિવ નજીક યુક્રેનનું લશ્કરી વિમાન તૂટી પડ્યુ, કુલ 14 લોકો હતા સવાર
Russia-Ukraine war (symbolic image)

Follow us on

Ukraine Russia War: ગુરુવારે વહેલી સવારે, રશિયન (Russia) અને યુક્રેનિયન (Ukraine) સૈનિકો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ધીરે ધીરે બંને દેશોની સેનાઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી રશિયા અને યુક્રેન બંનેની સેનાઓને ઘણું નુકસાન થયું છે. હમણાં જ એવું જાણવા મળ્યું છે કે 14 લોકો સાથે યુક્રેનિયન લશ્કરી ફાઇટર પ્લેન (Fighter plane) કિવ નજીક ક્રેશ થયું હતું. જો કે, આ હવાઈ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ગુરુવારે રાજધાની કિવમાં યુક્રેનનું લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિમાનમાં કુલ 14 લોકો સવાર હતા. બીજી તરફ, રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિકોએ યુક્રેનનું એક સૈન્ય વિમાન તોડી પાડ્યુ હતું, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. યુક્રેનિયન પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

ગુરુવારે વહેલી સવારે રશિયન સૈનિકોએ યુક્રેન પર કરેલા હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે અમેરિકા લાંબા સમયથી દાવો કરી રહ્યું હતું કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. યુક્રેન પણ છેલ્લા ઘણા દિવસોથી આ માટે તૈયારી કરી રહ્યું હતું. થોડા દિવસો પહેલા, યુક્રેનની સંસદે એક કાયદો પસાર કર્યો હતો જેમાં નાગરિકોને સ્વ-બચાવ માટે શસ્ત્રો રાખવા જરૂરી છે. ગુરુવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પુનરોચ્ચાર કર્યો હતો કે અમારી સરકાર એવા કોઈપણ નાગરિકને શસ્ત્રો પ્રદાન કરશે જે દેશની રક્ષા માટે આગળ આવવા માંગે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી વિગત બહાર આવી છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેન સિવાય રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. એવુ પણ નિવેદન સામે આવ્યું છે કે અમે 50 રશિયન સૈનિકોને ઠાર માર્યા છે. અને તેમના 6 વિમાનોને નષ્ટ કર્યા. આ સિવાય યુક્રેનના 40 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 10 નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા. વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ આજે ​​વહેલી સવારે યુક્રેનમાં નાગરિક અને લશ્કરી લક્ષ્યો પર 30 થી વધુ હવાઈ હુમલા કર્યા હતા. જેમાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. પરંતુ અમે હાર નહીં માનીએ કે અમે આત્મસમર્પણ નહીં કરીએ.

આ પણ વાંચોઃ

યુક્રેન પર હુમલા અંગે NATO ની ચેતવણી, 100થી વધુ ફાઈટર એરક્રાફ્ટ હાઈ એલર્ટ પર, રશિયાએ તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવી જોઈએ

આ પણ વાંચોઃ

વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે ! યુક્રેન પર પુતિનના હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ આપી ચેતવણી

Next Article