યુક્રેન પર રશિયાના (Russia Ukraine War) હુમલાને કારણે અત્યાર સુધીમાં 79 બાળકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એપીએ યુક્રેનના (Ukraine) મુખ્ય ફરિયાદી કાર્યાલયના હવાલા દ્વારા આ માહિતી આપી છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેર બની ગયા છે, હોસ્પિટલોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી, રશિયાએ (Russia) દરેક જગ્યાએ બોમ્બામારો કર્યો છે. મારિયુપોલ શહેર સંપૂર્ણ રીતે ઘેરાયેલું છે અને રાજધાની કિવની આસપાસ લડાઈ ઉગ્ર બની ગઈ છે.
યુક્રેને કહ્યું છે કે મૃત્યુ પામેલા મોટાભાગના બાળકો કિવ, ખાર્કિવ, ડોનેસ્ક, સુમી, ખેરસન અને ઝાયટોમિરના હતા. બાળકોની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે, કારણ કે ઘણા શહેરોમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે. રશિયા દ્વારા અત્યાર સુધીમાં 280 થી વધુ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. આમાંથી નવને રશિયન મિસાઈલોએ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. રશિયાએ મારીયુપોલ શહેરમાં બાળકોની હોસ્પિટલ પર પણ હુમલો કર્યો હતો. ત્યારથી, તેમના મૃત્યુના વધતા આંકડાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હોસ્પિટલની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની ઇમારત કાટમાળમાં ફેરવાતી જોવા મળે છે. તેમાંથી આગ અને ધુમાડો નીકળી રહ્યા છે. સીએનએનના અહેવાલ મુજબ, રશિયન હોસ્પિટલ પર થયેલા બોમ્બમારાને કારણે એક ગર્ભવતી મહિલા પણ ઘાયલ થઈ છે. તેના ચહેરા પર ઈજા થઈ છે. તેણે બચાવ માટે એક હાથ પેટ પર રાખ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ રશિયા પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ પણ થયા છે.
ઝેલેન્સકીએ કહ્યું, ‘અમે હાર્યા નથી અને દોનેત્સક અથવા લુહાન્સ્ક પ્રદેશોના શહેરોમાં અથવા અન્ય કોઈ પ્રદેશમાં ક્યારેય આવા યુદ્ધ અપરાધ નહીં કરીએ… કારણ કે અમે માનવ છીએ. પણ તમે શું છો?’ રશિયાના વિદેશ મંત્રાલયે કોઈપણ હુમલાને નકારી કાઢ્યો નથી અને કહ્યું છે કે યુક્રેનના “રાષ્ટ્રવાદી દળો” એ હોસ્પિટલોનો ઉપયોગ ગોળીબારની સ્થિતિ માટે કર્યો છે. અને ત્યાંથી સ્ટાફ અને દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાનો યુક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80થી વધુ લોકો હતા હાજર