Security Protocol : રશિયાના રાષ્ટ્રપતિની કડક સુરક્ષા ,પુતિનની આસપાસ છે ચાર સ્તરનું રક્ષણ

|

Mar 07, 2022 | 8:06 AM

બુલેટપ્રૂફ બ્રીફકેસ, હાઈ પાવર પિસ્તોલ સાથેના અંગરક્ષકો અને ખોરાકનો સ્વાદ ચાખવા માટે લોકો, આ અમુક રીતો છે જે રશિયન પ્રમુખ વ્લાદિમીર દુશ્મનોથી રક્ષણ આપે છે.

Security Protocol : રશિયાના રાષ્ટ્રપતિની કડક સુરક્ષા ,પુતિનની આસપાસ છે ચાર સ્તરનું રક્ષણ
Russia President Vladimir Putin (File Photo)

Follow us on

Putin Security Protocol : અહીં પુતિનની સુરક્ષાની (President Vladimir Putin Security)વાત એટલા માટે થઈ રહી છે કારણ કે યુક્રેન (Ukraine) પર હુમલાનો આદેશ આપ્યા બાદ પુતિનની નિંદા થઈ રહી છે. કેટલાક લોકોએ તેના નામે સોપારી પણ આપી છે. US રિપબ્લિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે (Lindsey Graham) પુતિનની નિંદા કરી હતી.

રશિયન સેનામાં બ્રુટસ કે કર્નલ સ્ટફનબર્ગ જેવું કોઈ છે ?

તેણે કહ્યું, શું રશિયન સેનામાં બ્રુટસ કે કર્નલ સ્ટફનબર્ગ જેવું કોઈ છે? કારણ કે પુતિનને રોકવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. બ્રુટસ એ માણસ હતો જેણે રોમન જનરલ જુલિયસ સીઝરની હત્યા કરી હતી.જ્યારે કર્નલ સ્ટફનબર્ગ જર્મન આર્મી ઓફિસર હતા જેમણે હિટલરની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં ગ્રેહામે સીધી રીતે પુતિનની હત્યા માટે તેના સૈનિકોને જણાવ્યુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભૂતપૂર્વ કેજીબી એજન્ટ છે પુતિન

તમને જણાવી દઈએ કે, પુતિન ભૂતપૂર્વ કેજીબી એજન્ટ છે અને તેની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખે છે. તેની સુરક્ષા હંમેશા કડક હોય છે. કોરોનાથી બચવા માટે તેણે સલાહકારથી 20 ફૂટનું અંતર બનાવ્યું હતું. 2020 માં જ્યારે તે મોસ્કોની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓને જોવા ગયા ત્યારે તેણે ખાસ સૂટ પહેર્યો હતુ.પુતિનના અંગરક્ષકોને “મસ્કેટીયર્સ” કહેવામાં આવે છે. જેમાં રશિયાના ફેડરલ સિક્યુરિટી ફોર્સ (FPS) અથવા FSO ના લોકોનો સમાવેશ થાય છે. તેમની પાસે વોરંટ વિના અન્ય સરકારી એજન્સીઓને દેખરેખ, ધરપકડ અને ઓર્ડર જાહેર કરવાની સત્તા છે.

પુતિનના બોડીગાર્ડ બનવુ પણ અઘરૂ

‘બિયોન્ડ રશિયા’ નામની વેબસાઈટ અનુસાર, પુતિનના બોડીગાર્ડ્સને અનેક ટેસ્ટ પાસ કરવા પડે છે. જેમાં ઓપરેશનલ સાયકોલોજી, ફિઝિકલ સ્ટેમિના, ઠંડી સહન કરવાની ક્ષમતા અને ગરમીમાં પરસેવો ન આવવાનો સમાવેશ થાય છે. આ બોડીગાર્ડ હંમેશા બુલેટપ્રુફ જેકેટ પહેરે છે. તેની પાસે બુલેટપ્રૂફ બ્રીફકેસ અને રશિયન બનાવટની 9mm SR-1 વેક્ટર પિસ્તોલ પણ હોય છે.

પુતિનની કડક સુરક્ષા

પુતિન હંમેશા કાફલા સાથે ચાલે છે. જેમાં AK-47, એન્ટી ટેન્ક ગ્રેનેડ લોન્ચર્સ અને પોર્ટેબલ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનો સમાવેશ થાય છે. જ્યારે પુતિન ભીડમાં હોય છે, ત્યારે તે સુરક્ષાના ચાર વર્તુળોથી ઘેરાયેલા હોય છે, પરંતુ આમાંથી માત્ર એક વિભાગ તેના અંગરક્ષકને દેખાય છે. બીજા ભીડ વચ્ચે છુપાયેલા રહે છે. આ સિવાય આસપાસના ટેરેસ પર સ્નાઈપર્સ પણ બેઠા હોય છે.

 

આ પણ વાંચો : Russia-Ukraine War: પુતિનને રોકવા માટે બ્રિટને બનાવ્યો ખાસ પ્લાન, કહ્યું રશિયાને ક્યારેય સફળ થવા દેશે નહીં

Next Article