Ukraine Russia War: રશિયા યુક્રેન વચ્ચે સમાધાનના એંધાણ, શું યુદ્ધ લક્ષ્યોને ઘટાડવાનું વિચારી રહ્યું છે રશિયા ?

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી પહેલી વાર રશિયાએ થોડી નમ્રતા દર્શાવી છે.હાલ એવા સંકેતો મળી રહ્યા છે કે રશિયા તેના યુદ્ધના લક્ષ્યોને ઘટાડવાનું વિચારી રહ્યું છે.

Ukraine Russia War: રશિયા યુક્રેન વચ્ચે સમાધાનના એંધાણ, શું યુદ્ધ લક્ષ્યોને ઘટાડવાનું વિચારી રહ્યું છે રશિયા ?
Russia ukraine War
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:39 AM

Ukraine Russia War:  રશિયાએ(Russia)  મંગળવારે કિવ (Kyiv) અને ચેર્નિહાઇવ નજીક લશ્કરી કામગીરી પર ‘કાપ’મુકવાનો નિર્ણય કર્યો છે, જે યુદ્ધને (Russia Ukraine Crisis) સમાપ્ત કરવાના હેતુથી ચાલી રહેલી વાટાઘાટોમાં સંભવિત સમાધાન સૂચવે છે. યુક્રેનના પ્રતિનિધિમંડળે મંગળવારે કહ્યું કે, તેણે એક માળખું રજૂ કર્યું છે જેના હેઠળ દેશ પોતાને તટસ્થ જાહેર કરશે અને અન્ય દેશો તેની સુરક્ષાની (Safety) ખાતરી આપશે.આ મંત્રણા વચ્ચે રશિયાના નાયબ રક્ષા મંત્રી એલેક્ઝાન્ડર ફોમિને કહ્યું કે રશિયન સુરક્ષા દળો કિવ અને ચેર્નિહાઈવની દિશામાં સૈન્ય ગતિવિધિઓમાં ઘટાડો કરશે.

ફોમિનનું આ નિવેદન મંગળવારે તુર્કીમાં (Turkey) રશિયા અને યુક્રેનના વાટાઘાટકારો વચ્ચે સામ-સામે વાતચીત દરમિયાન સામે આવ્યું છે. ગત રાઉન્ડની મંત્રણાની નિષ્ફળતા બાદ રશિયાના આ નિવેદનની તાજેતરની મંત્રણામાં સકારાત્મક અસર પડી શકે છે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી આ પ્રથમ વખત છે કે રશિયાએ થોડી નમ્રતા દર્શાવી છે.મંગળવારે એવા સંકેતો હતા કે રશિયા તેના યુદ્ધ લક્ષ્યોને ઘટાડવાનું વિચારી રહ્યું છે કારણ કે રશિયાએ કહ્યું હતું કે તેનું “મુખ્ય ધ્યેય” હવે પૂર્વી યુક્રેનના ડોનબાસ પ્રાંત પર નિયંત્રણ મેળવવાનું છે.આ દરમિયાન યુએસ પ્રમુખ જો બાઈડને પૂછ્યું કે શું રશિયાની જાહેરાત વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત છે કે મોસ્કો દ્વારા તેના હુમલાને ચાલુ રાખવા માટે સમય કાઢવાનો ષડયંત્ર છે. વધુમાં તેણે કહ્યું કે, જોઈશું…. જ્યાં સુધી હું જોઉં કે તેના પગલાં શું છે ત્યાં સુધી હું તેનો અર્થ સમજી શકતો નથી.

US સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકનના રશિયા પર પ્રહાર

યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતુ કે, તેમને એવું કંઈ દેખાતું નથી કે વાટાઘાટો “રચનાત્મક રીતે” આગળ વધી રહી છે. તેમણે રશિયન લશ્કરી દળોને પાછા ખેંચવાના સંકેતને મોસ્કો દ્વારા લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. બ્લિંકને મોરોક્કોમાં કહ્યું,’એક તરફ રશિયા જે કહે છે તે છે અને બીજી તરફ રશિયા જે કરે છે તે છે.રશિયા જે કરી રહ્યું છે તે યુક્રેનને સતત તબાહ કરી રહ્યું છે.’

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાએ કિવમાંથી સૈન્ય હટાવવાનું શરૂ કર્યું, શું હવે ખતમ થશે યુદ્ધ?