UNમાં Ukraine-Russia એ એકબીજા પર તાક્યુ નિશાન, યુક્રેને હુમલો રોકવા માગ કરી, રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી

|

Mar 01, 2022 | 8:33 AM

Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ મુદ્દાના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

UNમાં Ukraine-Russia એ એકબીજા પર તાક્યુ નિશાન, યુક્રેને હુમલો રોકવા માગ કરી, રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી
Ukraine-Russia targets each other at UN

Follow us on

Ukraine Russia War: રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ, કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે સતત આક્રમકતા રોકવા માટે હાકલ કરી, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે.

યુએનજીએના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે 193 સભ્યોની સંસ્થાના યુક્રેન પર કટોકટી વિશેષ સત્રની અધ્યક્ષતા કરી હતી. યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસલિતસિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્ર દરમિયાન રશિયનમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે તોતિંગ જોખમને ધ્યાનમાં રાખીને જનરલ એસેમ્બલીએ આ કટોકટી સત્ર બોલાવવું પડ્યું હતું.

સર્ગેઈએ કહ્યું કે જનરલ એસેમ્બલીએ સ્પષ્ટપણે રશિયાની આક્રમકતા રોકવાની માંગ પર પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ કોઈપણ શરત વિના યુક્રેનના પ્રદેશોમાંથી તરત જ પોતાની સેના હટાવી લેવી જોઈએ. સર્ગેઈએ કહ્યું, ‘જો યુક્રેન નહીં બચે તો સંયુક્ત રાષ્ટ્ર પણ નહીં બચે. આ અંગે કોઈ મૂંઝવણ ન રહેવા દો. હવે આપણે યુક્રેનને બચાવી શકીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર અને લોકશાહીને બચાવી શકીએ છીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

યુએનમાં રશિયન રાજદૂત, વેસિલી નેબેન્ઝિયા, યુક્રેનિયન રાજદૂત પછીના તેમના સંબોધનમાં, જણાવ્યું હતું કે “વર્તમાન કટોકટીનું મૂળ” યુક્રેન દ્વારા લેવામાં આવેલા પગલાંમાં રહેલું છે. નેબેન્ઝિયાએ કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે રશિયાએ દુશ્મનાવટ શરૂ કરી નથી. યુક્રેન દ્વારા તેના પોતાના રહેવાસીઓ, ડોનબાસના રહેવાસીઓ અને અસંતુષ્ટ તમામ લોકો સામે દુશ્મનાવટ શરૂ કરવામાં આવી હતી. રશિયા આ યુદ્ધનો અંત લાવવા માંગે છે.

આ પણ વાંચો-Russia Ukraine Crisis: એર ઈન્ડિયાની 9મી ફ્લાઈટ 218 ભારતીયોને લઈને બુકારેસ્ટથી રવાના થઈ, અત્યાર સુધીમાં 2000થી વધુ પરત ફર્યા
Next Article