Ukraine-Russia war : યુક્રેનનો પાંચ સપ્તાહ બાદ ફરી કિવ પર કબજો, યુદ્ધમાં અત્યાર સુધીમાં 17800 રશિયન સૈનિકોના મોત, વાંચો 10 મોટા અપડેટ્સ

|

Apr 03, 2022 | 8:12 AM

યુક્રેનમાં ચાલી રહેલુ યુદ્ધ છઠ્ઠા અઠવાડિયામાં પ્રવેશી રહ્યુ છે ત્યારે આ યુદ્ધની ભયાનકતા સામે આવી રહી છે. યુદ્ધના સૌથી ભયાનક દ્રશ્યોમાંનું એક દ્રશ્ય પીછેહઠ કરી રહેલા રશિયન સૈનિકોના શેરી અને મહોલ્લામાં વેરવિખેર પડેલા મૃતદેહોનું છે.

Ukraine-Russia war : યુક્રેનનો પાંચ સપ્તાહ બાદ ફરી કિવ પર કબજો, યુદ્ધમાં અત્યાર સુધીમાં 17800 રશિયન સૈનિકોના મોત, વાંચો 10 મોટા અપડેટ્સ
Ukraine-Russsia War (photo-AFP)

Follow us on

યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને (Ukraine-Russsia War) છ સપ્તાહનો સમય થઈ જશે. યુદ્ધમાંથી પીછેહઠ કરી રહેલા રશિયન સૈનિકોના (Russia Soldiers) મૃતદેહ શેરી અને મહોલ્લામાં પડેલા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેને મોડી રાતના અપડેટમાં જણાવ્યું હતું કે તેણે રાજધાની કિવ પ્રદેશ પર ફરીથી કબજો કરી લીધો છે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelensky) રશિયાના પગલાંને ‘વિનાશક’ ગણાવ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના 10 મુખ્ય અપડેટ્સ પર એક નજર કરીએ-

  1. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડલ્યાકે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કિવના બુચા ક્ષેત્રમાં, હાથ બાંધેલી હાલતમાં લોકોના મૃતદેહો હતા. તેમણે કહ્યું કે આ લોકો સૈન્યદળમા નથી. આમની પાસે કોઈ હથિયાર નહોતા કે તેમનાથી કોઈને કોઈ ખતરો પણ નહતો.
  2. શનિવારે મોડી રાત્રે થયેલા ઘટના બાદ, યુક્રેનના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર ગન્ના મલ્યારને ટાંકીને ન્યૂઝ એજન્સી એએફપી દ્વારા જણાવાયુ હતુ કે યુક્રેને સમગ્ર કિવ પ્રદેશ પર નિયંત્રણ મેળવી લીધું છે.
  3. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેમના દળો પૂર્વી યુક્રેન અને ડોનબાસમાં સુરક્ષા વધારી રહ્યા છે, જ્યાં મોસ્કો આગળ જોઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ મોડી રાત્રે સંબોધનમાં કહ્યું, ‘અમે પૂર્વ યુક્રેન અને ડોનબાસમાં સંરક્ષણને મજબૂત બનાવી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે દુશ્મન પાસે પૂર્વમાં દબાણ વધારવા માટે પૂરતી તાકાત છે.
  4. રશિયન સૈનિકોની પીછેહઠ સાથે, યુદ્ધગ્રસ્ત રાષ્ટ્ર યુક્રેન હવે તેના મૃતકોની ગણતરી કરી રહ્યું છે અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. કિવના મેયર એનાટોલી ફેડોરુકે એએફપીને જણાવ્યું હતું કે બુચામાં સામૂહિક કબરમાં લગભગ 300 લોકોને દફનાવવામાં આવ્યા હતા.
  5. IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
    કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
    સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
    Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
    શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
    આજનું રાશિફળ તારીખ : 23-11-2024
  6. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર, મિખાઈલો પોડિલીએ જણાવ્યું હતું કે ક્રેમલિન એક અલગ વ્યૂહરચનાને પ્રાથમિકતા આપી રહ્યું છે, જ્યાં તે પૂર્વ અને દક્ષિણમાં ફરીથી પ્રવેશ કરવા માંગે છે.
  7. ગ્રેટ બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે ઇન્ટેલિજન્સ ઇનપુટને ટાંકીને રૂપરેખા આપી છે કે રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને શોધવા અને તેનો નાશ કરવામાં અસમર્થતાએ હવાઈ ક્ષેત્ર પર વ્યાપક નિયંત્રણ મેળવવાના તેમના પ્રયત્નોને ગંભીર રીતે અવરોધ્યા છે, જેના બદલામાં તેના ભૂમિ દળોની પ્રગતિને ટેકો આપવાની તેમની ક્ષમતાને ઘણી અસર કરે છે.
  8. યુક્રેનના વાટાઘાટકાર ડેવિડ અરખામિયાએ કહ્યું છે કે બંને દેશો સર્વસંમતિ પર પહોંચી રહ્યા છે અને શાંતિ મંત્રણા ચાલુ છે.
  9. રવિવારે, માર્ટિન ગ્રિફિથ્સ, યુએનના ટોચના અધિકારી અને માનવતાવાદી બાબતોના અન્ડર-સેક્રેટરી-જનરલ, રશિયા અને પછી કિવ જશે.
  10. યુદ્ધ અંગેના ફરિયાદી કાર્લા ડેલ પોન્ટેએ રશિયાના વ્લાદિમીર પુતિનની ધરપકડ વોરંટ માટે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે વ્લાદિમીર પુતિન યુદ્ધ અપરાધી છે. યુદ્ધ અપરાધના ગુનેગારની ધરપકડ કરવા માટે તે એકમાત્ર માધ્યમ છે. કાર્લા ડેલ પોન્ટે રવાન્ડા અને ભૂતપૂર્વ યુગોસ્લાવિયામાં યુદ્ધ અપરાધોની તપાસ માટે જાણીતી છે.
  11. કિવમાથી મળી રહેલા સમાચાર અનુસાર, યુદ્ધના પાંચ અઠવાડિયામાં રશિયાએ 17,800 સૈનિકો ગુમાવ્યા છે, જ્યારે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં 40 લાખથી વધુ લોકો તેમના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ

Pakistan: પાકિસ્તાનમાં ‘ઈમરાન યુગ’ સમાપ્ત ! અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે મતદાન

આ પણ વાંચોઃ

શ્રીલંકામાં સોમવાર સુધી લોકડાઉન, કથળતી આર્થિક સ્થિતિને લઈને સરકારનું મોટું પગલું

Next Article