રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાના આરે છે. આ હોવા છતાં યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નથી. આ દરમિયાન ભારત અને યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયના ચીફ એન્ડ્રી યર્માકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી અને તેમને વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને ડોનેટ્સકના બખ્મુત શહેરમાં રક્ષા વિશે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ વિશે માહિતી આપી. વાતચીતમાં યુક્રેને કહ્યું કે ભારતનો સહયોગ અમારા માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાચો: Russia Ukraine War: રશિયાની મદદ ન કરે ચીન, નહિતર થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ, ઝેલેન્સ્કીની ચીનને ચેતવણી
ભારત અને યુક્રેન વચ્ચેની આ વાતચીત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એન્ડ્રે યર્માકે એનએસએ ડોભાલ સાથે પીસ ફોર્મ્યુલા વિશે ચર્ચા કરી.
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડાએ કહ્યું કે, અમને ખબર છે કે, રશિયા કેટલીક આક્રમક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે અને અમે યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, રશિયન ફેડરેશન યુક્રેનના મહત્વપૂર્ણ માળખાને નષ્ટ કરવાનું બંધ કર્યું નથી અને આર્ટિલરીની મદદથી રહેણાંક ઇમારતો તેમજ સામાન્ય વસ્તુઓ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.
એનએસએ ડોભાલ સાથેની તેમની વાતચીતમાં, યુક્રેનના ટોચના અધિકારી યર્માકે કહ્યું કે, રશિયન સેના ખૂબ જ આક્રમક અને નિર્દયી છે, જ્યારે યુક્રેનિયન સૈનિકો અસાધારણ બહાદુરી અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. જ્યાં સુધી અમે અમારા તમામ પ્રદેશોને આઝાદ નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. અમારે લડવા માટે ફક્ત શસ્ત્રોની જરૂર છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા એન્ડ્રીં યર્માકે જણાવ્યું હતું કે, યુક્રેનને તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે શક્ય તેટલા વ્યાપક સમર્થનની જરૂર છે.
તેમણે કહ્યું કે, ભારત સાથે સહયોગ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમને ખાતરી છે કે તમે અમારા ઠરાવને સમર્થન કરશો, કારણ કે અમે સરહદો અને પ્રાદેશિક અખંડિતતાની અભેદ્યતા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા લક્ષ્યો પારદર્શક અને સ્પષ્ટ છે. તેઓએ કહ્યું કે અમે તેમના રશિયન ક્ષેત્રના એક સેન્ટીમીટરનો દાવો નથી કરી રહ્યા, અમે ફક્ત અમારો પ્રદેશ પાછો લેવા માંગીએ છીએ.