Russia Ukraine War: રશિયાના હુમલાને પગલે યુક્રેન ઘુંટણીયે, શરતો સાથે વાતચીત માટે થયુ તૈયાર

|

Feb 25, 2022 | 5:54 PM

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલિયાકે કહ્યુ કે, યુક્રેન રશિયા સાથે વાતચીત કરવા તૈયાર છે.

Russia Ukraine War: રશિયાના હુમલાને પગલે યુક્રેન ઘુંટણીયે, શરતો સાથે વાતચીત માટે થયુ તૈયાર
Russia Ukraine War (File Photo)

Follow us on

Russia Ukraine War: યુક્રેન- રશિયા વચ્ચે રસાકસીનો જંગ (Russia Ukraine Crisis) જામ્યો છે. આ યુદ્ધને પગલે બંન્ને દેશોને ભારે નુકસાન થયુ છે. ત્યારે હાલ યુક્રેનની વિકટ પરિસ્થિતિને પગલે આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના (Volodymyr Zelenskyy) સલાહકાર મિખાઈલો પોડોલિયાકે કહ્યુ કે, યુક્રેન રશિયા (Russia) સાથે કીવના તટસ્થ રહેવાને લઇને વાતચીત કરવા તૈયાર છે, પરંતુ તેમણે સુરક્ષા અંગેની ખાતરી માગી છે.

યુદ્ધને પગલે યુક્રેનની સ્થિતિ વિકટ

કારણકે રશિયાની સેના એક બાદ એક યુક્રેનના પ્રમુખ શહેરો પર હુમલો કરી રહયું છે. જેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ છવાયેલો છે. તમને જણાવી દઈએ કે, યુક્રેનનો ચેર્નોબિલ વિસ્તાર પહેલેથી જ રશિયાના કબજામાં છે.

રશિયન સેના હવે યુક્રેનની રાષ્ટ્રીય રાજઘાની કીવ તરફ આગળ વધી રહી છે અને યુક્રેનની સેના રાષ્ટ્રીય રાજધાનીથી થોડે દૂર ઉત્તર-પશ્ચિમમાં દુશ્મન સેના સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. કીવથી લગભગ 60 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત ઇવાન્કિવમાં નદી પરનો પુલ આજે સવારે નાશ પામ્યો હતો. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન ગેરશેન્કોએ કહ્યુ કે,આજનો દિવસ સૌથી મુશ્કેલ હશે. દુશ્મન દેશ ઇવાન્કીવ અને ચેર્નિહિવથી ટેંક હુમલો કરીને કીવમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. રશિયાએ ગઈકાલે યુક્રેન પર મિસાઈલ દ્વારા હુમલો કર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યુક્રેનને યુદ્ધમાં ભારે નુકસાન

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સકીએ કહ્યુ કે,રશિયા દ્નારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ શહીદ થયા છે. રાષ્ટ્રપતિએ માર્યા ગયેલા લોકોને યોદ્ધા ગણાવ્યા છે. આ હુમલામાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે.

શહેરી વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યુ છે રશિયા

ઝેલેન્સકીએ વધુમાં કહ્યુ કે,રશિયાએ દાવો કર્યો છે કે તે માત્ર સૈન્યના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યુ છે, પરંતુ તેણે રહેણાંક વિસ્તારો પર મિસાઇલો પણ છોડી છે. તેઓ લોકોને મારી રહ્યા છે અને શહેરી વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખોટું છે અને તેને ક્યારેય માફ કરવામાં આવશે નહીં. ઓડેસા ક્ષેત્રમાં લેન્ડલોક ટાપુ પરના તમામ સરહદ રક્ષકો ગઇકાલે શહીદ થયા હતા. રશિયાએ હવે આ ટાપુનો કબજો મેળવી લીધો છે.

ચાર્નોબિલ પર રશિયાનો કબજો

યુક્રેનિયન સેનાએ રશિયન સૈનિકો સાથે ભીષણ યુદ્ધ પછી ચેર્નોબિલ પરમાણુ સ્થળ ગુમાવ્યુ છે. રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલિયાકે કહ્યુ કે,આ દિશામાં રશિયન સેના દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તે કહેવું અશક્ય છે કે ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પણ વાંચો: Photos: રશિયા-યુક્રેન યુદ્ધને લઇને લોકોની આંખો ભીની, વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો યુક્રેનિયન ધ્વજથી પ્રકાશિત

Next Article