તુર્કિયના એદોર્ગનનું વધુ એક ભારત વિરોધી કૃત્યુ, કાશ્મીર સંમેલન યોજી આતંકી બુરહાનવાનીની તસવીર સાથે એન્ટી ઈન્ડિયા તાકતોને અપાયો મંચ

તુર્કિયની વારંવાર કાશ્મીર મુદ્દે પોતાની ટાંગ અડાડવાની આદત હજુ સુધી ગઈ નથી. તાજેતરમાં જ તુર્કિયના ઈસ્તાંબુલમાં કાશ્મીર મુદ્દે એક સંમેલન યોજાયુ હતુ. આ તમામ પ્લાનિંગ પાકિસ્તાનનું કૃત્ય હતુ. જેમા વર્ષો જૂની તસવીરો અને વીડિયોને બતાવી દુષ્પ્રચાર ફેલાવવા દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

તુર્કિયના એદોર્ગનનું વધુ એક ભારત વિરોધી કૃત્યુ, કાશ્મીર સંમેલન યોજી આતંકી બુરહાનવાનીની તસવીર સાથે એન્ટી ઈન્ડિયા તાકતોને અપાયો મંચ
| Updated on: Nov 06, 2026 | 7:15 PM

પાકિસ્તાનના સૂરમાં સૂર મિલાવનારુ તુર્કિય પણ ફરી એખવાર કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નેરેટિનને મંચ દેતુ જોવા મળ્યુ. હાલ માં જ તુર્કિય ના ઈસ્તાંબુલમાં કાશ્મીર મુદ્દે એક આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવામાં આવ્યુ, જેમા પાકિસ્તાનના રાજદૂતો, કાશ્મીર અલગાવવાદી વિચારો સાથે જોડાયેલા પ્રતિનિધિઓ અને વિદેશી શિક્ષણવિદોએ હાજરી આપી હતી. આ મંચ પરથી ભારત-વિરોધી તત્વોએ ભારે ઝેર ઓક્યું હતું. સંમેલન દરમિયાન આતંકવાદી બુરહાન વાનીની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી, અને જૂના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને આયોજિત કરવામાં પાકિસ્તાને ભજવ્યો મહત્વનો ભાગ

સંમેલનમાં કાશ્મીર અંગે ભારતની નીતિઓ, કથિત માનવાઘિકાનો ભંગ અને હિંદુત્વ વિચારધારાના પ્રભાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. એટલુ જ નહીં કાશ્મીર મુદ્દે પેલેસ્ટાઈનને જોડીને રજૂ કરવાનો પ્રયાસ કરાયો.

જો કે ચોંકાવનારી બાબત એ રહી કે માનવાધિકારની વાતો કરનારા કેટલાક ચોક્કસ એજન્ડાધારી લોકોના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી બર્બરતા વિશે સંપૂર્ણ મૌન સેવ્યુ. પાકિસ્તાની સેના છેલ્લા લાંબા સમયથી PoKમાં આડેધડ ,ગોળીબાર કરી પ્રદર્શન કરી રહેલા નાગરિકોની નિર્મમતાથી હત્યા કરી રહી છે. તેના વિશે એક શબ્દ પણ કહેવાતા માનવાધિકારનો ઝંડો લઈને ફરતા લોકોના મોં માંથી ન નીકળ્યો.

તુર્કિય ના રાષ્ટ્રપતિ રેચેપ તૈયબ એર્દોગન આ અગાઉ પણ અનેકવાર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી ચુક્યા છે. એદોર્ગને સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ સંમેલનનું આયોજન તુર્કિયના યુવા સંગઠન TUGVA (તુર્કિય જેનક્લિક વક્ફી) દ્વારા તેમના મુખ્યાલયે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ઈસ્તંબુલમાં પાકિસ્તાનના કોન્સલ જનરલ, ખ્વાજા ખુર્રમ નઈમ સહિત કહેવાતા ‘વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ’ના પ્રમુખ ડૉ. મુઝમ્મિલ અય્યુબ ઠાકુર; ‘સેન્ટર ફોર ઈસ્લામ એન્ડ ગ્લોબલ અફેર્સ’ના નિયામક ડૉ. સામી અલ-અરિયાન; અને ‘ટર્કિશ રિસર્ચ ફાઉન્ડેશન’ના ઉપપ્રમુખ ડૉ. એનેસ બાયરાકલી પણ ત્યાં હાજર હતા.

સંમેલનમાં ત્રણ અલગ-અલગ સત્રો યોજાયા હતા. પ્રથમ સત્રમાં કાશ્મીર વિવાદની પ્રાદેશિક સ્થિરતા પર અસર, શાંતિ અને ન્યાયની સંભાવનાઓ, તથા આંતરરાષ્ટ્રીય સહયોગની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સહભાગીઓમાં ‘વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ’ના પ્રમુખ મુઝમ્મિલ અય્યુબ ઠાકુર, સાઉથ એશિયા સ્ટ્રેટેજિક રિસર્ચ સેન્ટરના વડા જમાલ ડેમિર અને ઈસ્તંબુલમાં પાકિસ્તાની કોન્સ્યુલેટના પ્રતિનિધિ ઉઝૈર મહમૂદ ઘુમ્મનનો સામેલ હતા.

મુઝમ્મિલ અય્યુબ ઠાકુરે આ કાર્યક્રમ દરમિયાન અનેક ભ્રામક નિવેદનો આપ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ કાશ્મીર મુદ્દા અંગે જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.

બીજા સત્રમાં હિન્દુત્વ વિચારધારાના પ્રાદેશિક અને વૈશ્વિક પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કાશ્મીર અને પેલેસ્ટાઈનની પરિસ્થિતિઓ વચ્ચેની સમાનતાઓ અને તફાવતો તપાસવામાં આવ્યા હતા. આ સત્ર દરમિયાન ડૉ. સામી અલ-અરિયન અને ડૉ. એનેસ બાયરાકલીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્રીજા સત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ અધિકારોના પરિપ્રેક્ષ્યથી કાશ્મીર વિવાદનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાનો અને ભારતની નીતિઓ પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જોકે, ત્યાં હાજર રહેલા એકપણ વ્યક્તિને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાલમાં ચાલી રહેલી અરાજક્તા અને પાક્સ્તાની સેનાની હિંસાથી કોઈ ફર્ક પડતો હોય તેવુ દેખાયુ ન હતુ.

પત્રકાર રાજા મુનીબે આ બાબતે પાકિસ્તાનને લગાવી ફટકાર

પત્રકાર રાજા મુનીબે ‘X’ (ટ્વિટર) પર લખ્યું, “દાયકા જૂની તસવીરોનો ઉપયોગ કરીને એક નિષ્ફળ ગયેલા કથાનકને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવો, તે પાકિસ્તાન અને તેના દ્વારા સમર્થિત તત્વોની હાર છે. વાસ્તવમાં, કાશ્મીરીઓ આજે જે અશાંતિ અને અત્યાચારનો સામનો કરી રહ્યા છે, તે કાશ્મીરના એ ભાગમાં થઈ રહ્યું છે જે પાકિસ્તાનના ક્રૂર કબજા હેઠળ છે.”

ઇસ્તંબુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આતંકવાદી બુરહાન વાનીનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સુરક્ષા દળો પર પથ્થરમારો કરતા છોકરા-છોકરીઓના ફોટા અને વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા. જે પથ્થરમારાની ઘટનાઓ હકીકતમાં જમ્મુ અને કાશ્મીરમાં 2011ના સમયગાળા દરમિયાન દર શુક્રવારે જુમ્માની નમાઝ બાદ જોવા મળતી હતી.

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

 

Follow Us
Loading...
Unable to load recommendations.