
નોબેલ શાંતિ પુરસ્કાર માટે વિશ્વભરમાં પોતાને મિસ્ટર પીસ પ્રેસિડેન્ટ સાબિત કરવામાં લાગેલા ટ્રમ્પે દોગલાપણાની તમામ હદો પાર કરી દીધી છે. એકતરફ તેને રશિયા-યુક્રેનનું યુદ્ધ શાંત કરાવવા માટેની ક્રેડિટ લેવી છે. ભારત-પાકિસ્તાનના સંઘર્ષ સમયે પણ આ શાંતિદૂત બનીને ફરતા ટ્રમ્પે એવુ જ કર્યુ. ભારતે પાકિસ્તાનના DGMOની વિનંતિને કારણે સીઝફાયર કર્યુ જ્યારે આ મિસ્ટર શાંતિદૂત વિશ્વભરમાં એવુ જુઠાણુ ફેલાવી રહ્યા છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યુ. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર સહિતના ટ્રમ્પના સીઝફાયર કરાવવાના દાવાને અનેકવાર ફગાવી ચુક્યા છે. છતા ટ્રમ્પ અત્યાર સુધીમાં 22 થી વધુ વખત ભારત પાકિસ્તાનના સીઝફાયરનું જુઠ બોલી ચુક્યા છે. હવે આ મિસ્ટર પીસ પ્રેસિડેન્ટને નવી ચાનક ચડી છે અને તેમણે વેનેઝુએલામાં અમેરિકા વિરોધી સરકારનો તખ્તાપલટ કરાવવા માટે યુદ્ધ જહાજો અને સબમરીનો રવાના કરી છે. અમેરિકા-વેનેઝુએલા વચ્ચે વાગી રહ્યા છે યુદ્ધના ભણકારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે વેનેઝુએલા છેલ્લા 100 વર્ષથી સૌથી મોટા જોખમનો સામનો કરી રહ્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે વેનેઝુએલાને...
Published On - 5:34 pm, Tue, 2 September 25