Toronto: ગણપતિ બાપ્પા હવે બનશે ‘કેનેડા ચા રાજા’, ટોરોન્ટો ખાતે ગણેશોત્સવની ઉજવણી માટે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી

|

Aug 10, 2023 | 1:56 PM

પ્રથમ વખત સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મુંબઈથી કેનેડાના ટોરોન્ટો ખાતે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી છે. કલાસાગર આર્ટ્સ દ્વારા નિર્મિત ભગવાન ગણેશની 16 ફૂટ ઊંચી મૂર્તિ ગણેશ ઉત્સવ દરમિયાન 'કેનેડા ચા રાજા' તરીકે ઓળખાશે.

Toronto: ગણપતિ બાપ્પા હવે બનશે કેનેડા ચા રાજા, ટોરોન્ટો ખાતે ગણેશોત્સવની ઉજવણી માટે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી
Canada Cha Raja

Follow us on

ગણપતિ (Lord Ganesh) બાપ્પા પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. પ્રથમ વખત સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મુંબઈથી કેનેડાના (Canada) ટોરોન્ટો ખાતે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી છે. કલાસાગર આર્ટ્સ દ્વારા નિર્મિત ભગવાન ગણેશની 16 ફૂટ ઊંચી મૂર્તિ ટોરોન્ટો (Toronto) મોકલવામાં આવશે અને ગણેશ ઉત્સવ દરમિયાન ‘કેનેડા ચા રાજા’ તરીકે ઓળખાશે.

તહેવારને મોટા પાયે ઉજવવાનું આયોજન

‘કેનેડા ચા રાજા’ નામની મૂર્તિ ટોરોન્ટોમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજક, ઈવેન્ટ એજન્સી બ્લુ પીકોક એન્ટરટેઈનમેન્ટને મોકલવામાં આવી રહી છે. તેઓ શહેરના સત્તાવાળાઓની મદદથી આ વર્ષે તહેવારને મોટા પાયે ઉજવવાનું આયોજન કરી રહ્યા છે. કલાસાગર આર્ટસના નિખિલ ખાતુએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે, અમે ગણેશ ભગવાનની મૂર્તિ પેક કરી છે તેને ફ્લેટ ટ્રેક કન્ટેનર દ્વારા કેનેડા મોકલવામાં આવશે.

આ પણ વાંચો : Dubai: ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે જ કાર્ગોમાંથી ભાગી ગયું રીંછ, એરપોર્ટ પર મચી ગઈ દોડધામ, જુઓ Viral Video

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
Baba Vanga Prediction : 2025 માટે આ રાશિના લોકો માટે બાબા વેંગાએ કરી ચોંકાવનારી આગાહી
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી

મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરશે

તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 4 ફૂટ કે 6 ફૂટ ઊંચી મૂર્તિઓ વિદેશમાં મોકલવામાં આવતી હતી, પરંતુ આટલી ઊંચી મૂર્તિ વિદેશમાં પહેલીવાર મોકલવામાં આવી રહી છે. તેઓ મૂર્તિનું વિસર્જન કુદરતી જળાશયમાં નહીં, પરંતુ કૃત્રિમ તળાવમાં કરશે. તેઓ 20×20 ફૂટનું વિશાળ કૃત્રિમ તળાવ બનાવી રહ્યા છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિને વિસર્જન કરવા માટે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પાણીનું મિશ્રણ કરશે.

મૂર્તિને પહોંચવામાં ચારથી પાંચ અઠવાડિયા લાગશે

કેનેડામાં ઘણા હિંદુઓ રહે છે અને લોકો પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરે છે. પરંતુ પ્રથમ વખત ઉજવણી સાર્વજનિક અને મોટા પાયે થશે. પેકેજિંગની વાત કરીએ તો, મૂર્તિને ઘેરવા માટે તમામ છ બાજુઓ પર લાકડાના પાટિયા છે અને તેમાં બાપ્પાને લાકડાના ફ્રેમમાં સુરક્ષિત રાખવા માટે એરબેગ્સ પણ છે. મૂર્તિને પહોંચવામાં ચારથી પાંચ અઠવાડિયા લાગશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article