દુનિયાની સૌથી અજીબ બિમારી, અચાનક બદલાઇ જાય છે દર્દીની બોલવાની રીત

|

Nov 26, 2021 | 9:58 AM

એવું કહેવાય છે કે આ એક દુર્લભ સિન્ડ્રોમ છે, જેનો પ્રથમ કેસ વર્ષ 1907માં નોંધાયો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ બીમારી બ્રોકાના મગજની ડાબી બાજુમાં ઈજાને કારણે થઈ શકે છે. કારણ કે શરીરનો આ ભાગ બોલવામાં મદદ કરે છે.

દુનિયાની સૌથી અજીબ બિમારી, અચાનક બદલાઇ જાય છે દર્દીની બોલવાની રીત
Summer Diaz

Follow us on

દુનિયામાં અવારનવાર એવી અજીબોગરીબ ઘટનાઓ બને છે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. હવે અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles) શહેરનો એક કિસ્સો જોઈએ. જ્યાં એક મહિલા સતત બે અઠવાડિયા સુધી કોમામાં હતી અને જ્યારે તે કોમામાંથી બહાર આવી ત્યારે તેની બોલવાની રીત બદલાઈ ગઈ હતી. આ મામલો માત્ર તાજેતરના સમયનો છે. મહિલાની ઉંમર 24 વર્ષ છે અને તેનું નામ સમર ડિયાઝ (Summer Diaz) છે.

નવાઈની વાત એ છે કે આ મહિલા તેના જીવનમાં ક્યારેય ન્યૂઝીલેન્ડ ગઈ ન હતી, પરંતુ તેમ છતાં તેણે કોમામાંથી ઉઠતાની સાથે જ કિવી ઉચ્ચારમાં બોલવાનું શરૂ કર્યું. રિપોર્ટ્સ અનુસાર, મહિલાને એક વિચિત્ર બીમારી છે, જેના કારણે તેના ઉચ્ચાર અચાનક બદલાઈ ગયા.

આ રોગનું નામ ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમ (Foreign Accent Syndrome) છે. તેને એક્સેન્ટ ચેન્જ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિચિત્ર બીમારીમાં લોકોના ઉચ્ચાર અચાનક બદલાઈ જાય છે. આવ સ્થિતિમાં તે દર્દીની બોલવાની રીત સાંભળીને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે, આ કેવી રીતે શક્ય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સામાન્ય રીતે વિવિધ દેશોના લોકોની બોલવાની રીત અને ઉચ્ચાર અલગ-અલગ હોય છે. જેમ કે અમેરિકામાં કોઈ વ્યક્તિ અલગ રીતે અંગ્રેજી બોલે છે, જ્યારે ભારતીય વ્યક્તિની અંગ્રેજી બોલવાની રીત અલગ હોય છે. આ બંને સ્થળોના લોકોને એકબીજાના ઉચ્ચાર શીખવામાં મહિનાઓ કે વર્ષો લાગે છે. પરંતુ ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમથી પીડિત લોકો સરળતાથી અન્ય કોઈ ઉચ્ચારમાં બોલવાનું શરૂ કરે છે.

એવું કહેવાય છે કે આ એક દુર્લભ સિન્ડ્રોમ છે, જેનો પ્રથમ કેસ વર્ષ 1907માં નોંધાયો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ બીમારી બ્રોકાના મગજની ડાબી બાજુમાં ઈજાને કારણે થઈ શકે છે. કારણ કે શરીરનો આ ભાગ બોલવામાં મદદ કરે છે. જ્યારે અચાનક મગજ સુધી પહોંચતું લોહીનો પ્રવાહ બંધ થઈ જાય અને મગજની ચેતા ફાટી જાય તો આ રોગ થઈ શકે છે.

આ રોગની સારવારની રીત એ છે કે જો મગજમાં ઈજાને કારણે આવું થયું હોય તો સર્જરી દ્વારા મગજના ગંઠાવાનું અટકાવવામાં આવે છે. પરંતુ જો લોકોને આ અન્ય કોઈ કારણોસર થાય છે, તો તેમની સારવાર માટે સ્પીચ થેરાપી અને કાઉન્સેલિંગ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો – Tarsons Products IPO: આજે 25% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે આ સ્ટોક, રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ?

આ પણ વાંચો – Constitution Day 2021: જાણો 26 નવેમ્બરે શા માટે મનાવવામાં આવે છે સંવિધાન દિવસ ? અહી વાંચો તેની સાથે જોડાયેલી રોચક વાતો

Next Article