PM Modi Russia Visit: દુનિયાએ જોઈ પુતિન-મોદીની શક્તિ, ઓક્ટોબરમાં ફરી રશિયા જશે PM

|

Jul 09, 2024 | 10:36 PM

PM મોદીનો રશિયા પ્રવાસ પૂરો પણ થયો નથી ત્યાં PMના નવા રશિયન પ્રવાસની માહિતી સામે આવી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે વડાપ્રધાન રશિયામાં ઓક્ટોબરમાં યોજાનારી BRICS સમિટમાં ફરી ભાગ લેશે. આ બેઠકમાં પુતિને કહ્યું કે પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

PM Modi Russia Visit: દુનિયાએ જોઈ પુતિન-મોદીની શક્તિ, ઓક્ટોબરમાં ફરી રશિયા જશે PM
Image Credit source: Social Media

Follow us on

પીએમ મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેમને મોસ્કો એરપોર્ટ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા આયોજિત પ્રાઈવેટ ડિનરમાં પણ ભાગ લીધો હતો. PM મોદીનો રશિયા પ્રવાસ પૂરો પણ થયો નથી ત્યાં PMના નવા રશિયન પ્રવાસની માહિતી સામે આવી છે. વડાપ્રધાન ફરી ઓક્ટોબરમાં રશિયાની મુલાકાત લેશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે પોતે આ નિવેદન આપ્યું છે.

પીએમ મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ફરીથી રશિયા જશે. આ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ખુદ પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ પણ સંમતિ આપી દીધી છે. એટલે કે ત્રણ મહિના પછી પીએમ ફરી એકવાર રશિયામાં હશે. રશિયા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબુત બનતા જોઈ, અમેરિકા અને ચીન બન્ને પણ વિચારમાં પડી ગયા છે.

આ મુલાકાત શા માટે ખાસ છે?

સાથે જ આ વખતે પીએમ મોદીની મુલાકાતને પણ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે 41 વર્ષ બાદ વડાપ્રધાન મોદી એકમાત્ર એવા પીએમ બન્યા છે જેઓ આ દેશની મુલાકાતે આવ્યા છે. ઑસ્ટ્રિયાની મુલાકાત લેનારા છેલ્લા વડાપ્રધાન 1983માં ઈન્દિરા ગાંધી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

બેઠકમાં શું ચર્ચા થઈ?

પીએમ મોદીએ પુતિન સાથેની મુલાકાતમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ મોસ્કો પર થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે તે દર્દને સમજીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે.

આ બેઠકમાં પુતિને કહ્યું કે પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે પુતિને ભારત દ્વારા યુદ્ધ ખતમ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. ભારતે પણ આતંકવાદનો સામનો કર્યો છે.

આ પણ વાંચો: PM Modi Russia Visit : PM મોદી પહોંચ્યા રશિયા, પુતિને ગળે લગાવીને કર્યું ઉષ્માભર્યું સ્વાગત, જુઓ Video

Next Article