Pakistan Economic Crisis: સરકારની નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતામાં હાહાકાર, પેટ્રોલ 280 રૂપિયાથી પણ વધારે

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં વધતી મોંઘવારી વચ્ચે સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીઘો છે. જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે.

Pakistan Economic Crisis: સરકારની નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતામાં હાહાકાર, પેટ્રોલ 280 રૂપિયાથી પણ વધારે
Image Credit source: Google
| Edited By: | Updated on: May 01, 2023 | 7:24 PM

પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. સરકાર દ્વારા સાવચેતીના કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેમ તેમ કરીને પાકિસ્તાનના લોકોએ રમઝાન અને ઈદની ઉજવણી કરી હતી. તેમને આશા હતી કે પાકિસ્તાન સરકાર કેટલાક એવા નિર્ણય લેશે જેના કારણે તેમને રાહત મળશે. પરંતુ સરકારે લોકોની હાલત ખરાબ કરી રહી છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ પણ વાચો: Pakistan Rains: વરસાદને કારણે બલુચિસ્તાન-ક્વેટાની ખરાબ હાલત, વીજળી પડવાથી 4ના મોત, અનેક મકાનો ધરાશાયી

લોકોને આશા હતી કે સરકાર પેટ્રોલના ભાવ ઘટાડશે, પરંતુ ઘટાડવામાં આવ્યું નથી. નાણામંત્રી ઈશાક ડારે રવિવારે સ્પષ્ટ કર્યું કે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પાકિસ્તાનમાં 15 એપ્રિલે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારે પેટ્રોલના ભાવમાં રૂ 10નો વધારો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં પેટ્રોલ માટે 282 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. 1થી 15 એપ્રિલની વચ્ચે પાકિસ્તાનમાં 20,000 લિટર પેટ્રોલનો વપરાશ થયો હતો.

આવશ્યક દવાઓના ભાવમાં પણ વધારો

ડોલર સામે ઘટી રહેલા પાકિસ્તાની રૂપિયાની કિંમત અને ડૂબી રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે પાકિસ્તાન સરકાર પણ જરૂરી દવાઓના ભાવમાં પણ વધારો કરી રહી છે. મોંઘવારીની વચ્ચે સરકારે શુક્રવારે જ સામાન્ય દવાઓના છૂટક ભાવમાં 20 ટકાનો વધારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ જરૂરી દવાઓના ભાવમાં પણ 14 ટકાનો વધારો થયો છે.

નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત

પાકિસ્તાની મીડિયા અનુસાર, દવા બનાવનારી કંપનીઓ દ્વારા કિંમતો વધારવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાન સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે નિકાસકારો અને ઉત્પાદકોએ કહ્યું હતું કે, જો દવાની કિંમતો નહીં વધારવામાં આવે તો દવા બનાવનારી કંપની તેમનો ધંધો બંધ કરી દેશે. આ દર્શાવે છે કે નક્કર આર્થિક નીતિના અભાવે દવાઓ બનાવનારી કંપની ચિંતિત છે અને તેની અસર સીધી સામાન્ય જનતા પર પણ પડી રહી છે. પાકિસ્તાનની નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…