Dublin News : 40 મિલિયનમાં ગ્રાહક પૂર્ણ થતાં IKEA Ballymun સ્ટોર ખાસ ‘ગોલ્ડન ટિકિટ’ ભેટ આપશે

|

Oct 14, 2023 | 4:16 PM

IKEA Ballymun તેના 40 મિલિયન ગ્રાહક થવાની ખુશીમાં ખાસ ઉજવણી કરશે અને સ્ટોર 16મી ઓક્ટોબરથી 18મી ઓક્ટોબર સુધી સ્ટોરમાં આકર્ષક ‘ગોલ્ડન ટિકિટ’ ભેટનું આયોજન કરશે. જેમાં ગ્રાહકોને આકર્ષક ઇનામો અને સાથે જ અમુક રકમની ભેટ પણ મળી શકે છે. કોમ્યુનિકેશન અને ઇન્ટિરિયર ડિઝાઇન મેનેજર મિરાન્ડાએ જણાવ્યું હતું કે, આ અમારા માટે સન્માનની ક્ષણ છે.

Dublin News : 40 મિલિયનમાં ગ્રાહક પૂર્ણ થતાં IKEA Ballymun સ્ટોર ખાસ ગોલ્ડન ટિકિટ ભેટ આપશે
IKEA Ballymun

Follow us on

આયર્લેન્ડના ડબલિન (Dublin) માં સ્થિત IKEA Ballymun સ્ટોર આવતા અઠવાડિયે તેના 40 મિલિયન ગ્રાહકની ઉજવણી કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત આ સ્ટોર ગ્રાહકો માટે આકર્ષક સ્કીમ લઈને આવ્યું છે. જેમાં ગ્રાહકોને સ્ટોર દ્વારા આકર્ષક ઇનામો આપવાં આવશે અને સાથે જ મોટી રકમ જીતવાની તક પણ મળશે.

બલ્લીમુનમાં સ્ટોર 2009 માં ખોલવામાં આવ્યો હતો અને તેના પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી હતી. જે બાદ છેલ્લા 14 વર્ષોમાં, IKEA Ballymun સમગ્ર આયર્લેન્ડના ગ્રાહકો માટે આ એક પ્રિય સ્થળ બની ગયું છે અને વિશ્વના સૌથી વ્યસ્ત સ્ટોરમાંનું એક બની ગયું છે.

પાછલા વર્ષમાં 3 મિલિયન લોકોએ સ્ટોરની મુલાકાત લીધી હતી. પશ્ચિમ ડબલિનમાં અદ્યતન ગ્રાહક વિતરણ કેન્દ્ર માટેની યોજનાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે 120 નવી નોકરીઓનું સર્જન કરવા અને IKEAના ગ્રાહક અનુભવને વધારવા માટે સેટ છે.

Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો
મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો

IKEA Ballymun ના 40 મિલિયન ગ્રાહકની ઉજવણીના ભાગ રૂપે, IKEA Ballymun 16મી ઓક્ટોબરથી 18મી ઓક્ટોબર સુધી દરરોજ સવારે 9.45 થી સાંજે 4 વાગ્યાની વચ્ચે ખાસ ‘ગોલ્ડન ટિકિટ’ ભેટનું આયોજન કરશે, જેમાં ગ્રાહકોને IKEA વાઉચર્સ જીતવા માટે 15 તકો મળશે અને દરરોજ €50 થી €500 સુધીની 5 તકો પણ મળશે.

આ પણ વાંચો : Paris News : પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ

ટિકિટો છુપાયેલી હશે પરંતુ સ્ટોરના રૂમ સેટમાં સરળતાથી જોઈ શકાશે, જેથી બધા માટે મુશ્કેલી મુક્ત અને આનંદપ્રદ અનુભવ સુનિશ્ચિત થશે. દરેક ગ્રાહક આ સ્પર્ધા દરમિયાન વધુમાં વધુ એક ‘ગોલ્ડન ટિકિટ’ મેળવવા માટે પાત્ર છે અને વિજેતા તરીકે લાયક બનવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ.

કોમ્યુનિકેશન અને ઇન્ટિરિયર ડિઝાઇન મેનેજર મિરાન્ડા લિયોન્સ, 2009 માં IKEA સ્ટોર ખોલ્યા ત્યારે તેમાં જોડાયા હતા, તેમણે જણાવ્યું હતું કે: “IKEA Ballymun સમગ્ર આયર્લેન્ડમાં અમારા ખાસ ગ્રાહકો માટે એક પ્રિય હબ તરીકે વિકસિત થઈ છે અને આ અદ્ભુત સફર જોવાથી સંતોષ થયો છે. મારી સફર 2009 માં શરૂ થઈ ત્યારથી, સતત ગ્રોથ (પ્રગતિ) થઈ છે, અને આ પરિવર્તનનો ભાગ બનવું અને સ્ટોર પર અમારા 40 મિલિયન ગ્રાહકની ઉજવણી કરવી એ સન્માનની વાત છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:15 pm, Sat, 14 October 23

Next Article