Israel-Palestinian Conflict : ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનમાં સામ સામે રોકેટ હુમલા અને હિંસાના કારણે મૃત્યુનો આંકડો વધવાની શક્યતા

|

May 13, 2021 | 7:38 PM

Israel-Palestinian Conflict : ગાઝા પટ્ટી પર ઇઝરાઇલી હવાઈ હુમલામાં હમાસના 10 કમાન્ડર અને 67 પેલેસ્ટિનિયનના મૃત્યુ થયા છે.

Israel-Palestinian Conflict : ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનમાં સામ સામે રોકેટ હુમલા અને હિંસાના કારણે મૃત્યુનો આંકડો વધવાની શક્યતા
Israel-Palestinian Conflict

Follow us on

Israel-Palestinian Conflict : ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 2014 પછી પહેલીવાર ઉગ્ર સંઘર્ષ શરૂ થયો છે. આતંકવાદી જૂથ હમાસના હુમલા બાદ બદલામાં ઇઝરાયેલે બુધવારે પેલેસ્ટાઇન પર 100 થી વધુ રોકેટ ચલાવ્યાં છે. આ હુમલાઓમાં ગાઝા પટ્ટીમાં 35 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઇઝરાઇલના 5 લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇઝરાલમાં મૃત્યુ પામેલા 5 લોકોમાં સૌમ્યા સંતોષ નામની કેરળની મહિલા પણ સામેલ છે, જે ઇઝરાઇલમાં ઘરકામ કરતી હતી. સામ સામે રોકેટ હુમલા અને હિંસાના કારણે મૃત્યુનો આંકડો વધવાની શક્યતા છે.

હમાસે ઇઝરાયેલ પર 1,500 રોકેટ છોડ્યા
ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલુ રહેલી લોહિયાળ રમત (Israel-Palestinian Conflict ) હવે યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી રહી છે અને બંને પક્ષે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી રહી છે. ઇઝરાઇલી અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ સતત રોકેટથી એક બીજા પર હુમલો કરી રહ્યાં છે અને અનેક બિલ્ડિંગોને ધ્વસ્ત કરી રહ્યાં છે. ઇઝરાઇલે દાવો કર્યો છે કે હમાસે તેની તરફ આશરે 1,500 રોકેટ ચલાવ્યાં છે, જો કે, ઇઝરાયેલે પણ વળતો જવાબ આપ્યો છે અને પેલેસ્ટાઇન પર સેંકડો રોકેટ છોડ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

હમાસના 10 કમાન્ડર અને 67 પેલેસ્ટિનિયનના મૃત્યુ
ગાઝાના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે (Israel-Palestinian Conflict) માં ગાઝા પટ્ટી પર ઇઝરાઇલી હવાઈ હુમલામાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયનની સંખ્યા 67 થઈ ગઈ છે. મૃતકોમાં 17 બાળકોનો સમાવેશ છે. મંત્રાલય અનુસાર, ઇઝરાઇલના હવાઈ હુમલામાં 388 લોકો ઘાયલ થયા છે, જેમાં 115 બાળકો અને 50 મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં લશ્કરી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી દીધી છે, જેમાં હમાસના ટોચના 10 ઉગ્રવાદીઓ અને કેટલાક હવાઇ હુમલાઓ માર્યા ગયા છે. જેમાં હમાસના લોકો રહેતા હતા તેવા મકાનોનો નાશ કર્યો હતો.

કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર : ઇઝરાઇલ
ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેના ઘર્ષણ (Israel-Palestinian Conflict) માં ઇઝરાઇલ તરફથીથી સરહદ પર વધુ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. એવી આશંકા છે કે પરિસ્થિતિ 2008-09 અથવા 2014 જેવી હોઈ શકે. ઇઝરાઇલનું કહેવું છે કે તેનું સૈન્ય ગ્રાઉન્ડ ઓપરેશનની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાઇલી આર્મીના લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરાકિસે કહ્યું, “ચીફ ઓફફ સ્ટાફ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને સૈનિકોને માર્ગદર્શન આપી રહ્યાં છે.”

Next Article