વિદેશી કામદારો માટે વર્ક વિઝા નાબૂદ કરવાની માંગ ઉઠી ! કારણ પણ જાણી લો

જે લોકો નોકરી માટે કેનેડા જાય છે તેમને કામચલાઉ વિદેશી કામદારો તરીકે ઓળખવામાં આવે છે. સરકાર તેમને દેશમાં નોકરી માટે વર્ક વિઝા આપે છે. વિદેશી વર્કરના કારણે સામાજિક સેવાઓ પર દબાવ અને યુવાઓ વચ્ચે બેરોજગારી વધી રહી છે.

વિદેશી કામદારો માટે વર્ક વિઝા નાબૂદ કરવાની માંગ ઉઠી ! કારણ પણ જાણી લો
| Updated on: Sep 07, 2025 | 11:26 AM

કેનેડામાં વિદેશી વર્કર વિરુદ્ધ એક અભિયાન ચાલી રહ્યું છે. હવે તેમને મળનાર વર્ક વિઝાને લઈ ટોપ લેવલથી અવાજ ઉઠાવા લાગી છે.બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ સરકારને કેનેડાના ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામને નાબૂદ કરવા અથવા તેમાં મોટા સુધારા કરવા માંગ કરી છે.તેમનું કહેવું છે કે, વિદેશી વર્કરના કારણે સામાજિક સેવાઓ પર દબાવ અને યુવાઓ વચ્ચે બેરોજગારી વધી રહી છે. સાથે ઘરોની અછત છે.

ઈમિગ્રેશન પોલિસ પર ચર્ચા થઈ

ડેવિડ એબીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે. જ્યારે પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નેતૃત્વમાં ઈમિગ્રેશન પોલિસ પર ચર્ચા થઈ રહી છે. સરમાં રિપોર્ટર્સના સવાલોના જવાબ આપતા એબીએ કહ્યું અમે આ ઈમિગ્રેશન સિસ્ટમ અપનાવી સકતા નથી. જે શાળા અને ઘર બનાવવા  અમારી ક્ષમતાથી આગ નીકળી જશે. અમે આવી ઈમિગ્રેશન સિસ્ટમ અપનાવી શકતા નથી. જેના કારણે બેરોજગારી દર વધી જશે. એવું નહી કે, ડેવિડ એબીએ વર્ક વિઝાને બેરોજગારી દર સાથે જોડ્યાનું આ પહેલી વખત નથી. ઘણા લોકોએ આ વાત કહી ચૂક્યા છે.

LMIA સર્ટિફિકેટ વેંચવામાં આવી રહ્યા છે: ડેવિડ એબી

બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયરે આ પ્રોગ્રામને ઈન્ટરનેશલ સ્ટુડન્ટ પરમિટ સાથે યુવાઓમાં બેરોજગારી વધી રહી અને ફુડ બેંકની વધતી માંગ સાથે જોડાયલ છે. એબીએ આગળ કહ્યું કે, સર્રેમાં LMIA પ્રમાણપત્રોના છેતરપિંડી અને વેચાણની ફરિયાદો હજુ પણ ધ્યાન બહાર આવતી નથી અને કોઈ પોલીસ કાર્યવાહી થતી નથી.કેનેડામાં વિદેશી કામદારોની ભરતી ફક્ત ત્યારે જ થાય છે જ્યારે, કંપની LMIA સર્ટિફિકેટ મેળવે છે. આ એ વાતનું પ્રુફ હોય છે કે, વિદેશી વર્કરના કારણથી સ્થાનિક લોકોની નોકરી પર કોઈ અસર નહી થશે.

જોકે, ડેવિડ એબીએ એમ પણ કહ્યું કે, જો કામચલાઉ વિદેશી કામદારોને વર્ક વિઝા આપવામાં કોઈ સુધારો કરવામાં આવે તો સ્થાનિક લોકો અને ખેડૂતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે કોઈપણ સુધારામાં ખેડૂતો અને અન્ય લોકોની ચિંતાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ, જેમને વિદેશી વર્કસની જરુરત છે. સાથએ બ્રિટિશ કોલંબિયાના લોકોની સુરક્ષા પણ હોવી જોઈએ. સરકારનું કહેવું છે કે, આ પ્રોગ્રામ હેઠળ એવી નોકરીઓ માટે લોકોની ભરતી કરવામાં આવે છે જેને કરવા માટે દેશમાં કોઈ ઉપલબ્ધ નથી.

કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે. અહી ક્લિક કરો