બ્રિટનની મહિલાએ સેલરી મામલે એલન મસ્ક અને ટીમ કુકને પાછળ રાખ્યા, જાણો કેટલી છે સંપત્તિ

|

Apr 03, 2021 | 6:06 PM

આજે બધા જ ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી થતી જાય છે. કોઈ પણ ક્ષેત્ર હોય મહિલાઓનો ડંકો વાગે છે. આજકાલની મહિલા ફક્ત ઘર પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ કમાણી બાબતે પણ પુરુષોને ટક્કર મારી રહી છે.

બ્રિટનની મહિલાએ સેલરી મામલે એલન મસ્ક અને ટીમ કુકને પાછળ રાખ્યા, જાણો કેટલી છે સંપત્તિ
બ્રિટનની સૌથી અમીર મહિલા ડેનિસ કોટ્સ

Follow us on

આજે બધા જ ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી થતી જાય છે. કોઈ પણ ક્ષેત્ર હોય મહિલાઓનો ડંકો વાગે છે. આજકાલની મહિલા ફક્ત ઘર પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ કમાણી બાબતે પણ પુરુષોને ટક્કર મારી રહી છે. આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, ટેસ્લાના માલિક એલન મસ્ક, એપલના સીઈઓ ટીમ કુક અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા વિશે તો તમે બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે, દુનિયામાં સૌથી વધુ સેલેરી કોને મળે છે. તમને જાણીને હેરાની થશે કે બ્રિટનની સૌથી અમીર મહિલા ડેનિસ કોટ્સએ (Denise Coates) સૌથી વધુ સેલેરી મેળવવા માટે બધાને પાછળ રાખી દીધા છે.

 

અમે વાત કરી રહ્યા છીએ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ બેટ 365ના સ્થાપક અને સીઈઓ ડેનિસ કોટ્સ (Denise Coates) વિશે. ડેનિસ કોટ્સએ નાણાકીય વર્ષ 2020માં 4,750 કરોડ રૂપિયાનું પેકેજ પ્રાપ્ત થયું છે. જે ગત વર્ષ કરતા આશરે 50 ટકા વધારે છે. 53 વર્ષીય કોટ્સ બ્રિટનની સૌથી ધનિક મહિલા છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર તે પહેલેથી જ વિશ્વના સૌથી ધનિક 500 લોકોમાં સામેલ છે. કોટ્સે છેલ્લા 10 વર્ષમાં 11,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કંપનીની કુલ સંપત્તિ આશરે 30 હજાર કરોડ રૂપિયા છે. કંપનીને વર્ષ 2020માં 28,400 કરોડની આવક થઈ હતી, જે પાછલા વર્ષ કરતા 8 ટકા ઓછી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

ડેનિસ કોટ્સ અગાઉ તેના પિતાની માલિકીની એક નાની લોટરીની દુકાનમાં કામ કરતી હતી. પરંતુ આજે તે વિશ્વના 500 ધનિક લોકોમાં સામેલ છે. 10.3 અબજ ડોલરની સંપત્તિ સાથે ડેનિસ કોટ્સ વિશ્વના ટોચના ધનિક લોકોની યાદીમાં 219માં ક્રમે છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં 882 લાખ ડોલરનો વધારો થયો છે. કોટ્સ બ્રિટિશ વડાપ્રધાનના પગારથી 3,126 ગણો મળે છે. બ્રિટનમાં વડાપ્રધાનને વર્ષે લગભગ 1,50,000 પાઉન્ડનું પેકેજ મળે છે.

 

બ્લૂમબર્ગ પે ઈન્ડેક્સ અનુસાર નાણાકીય વર્ષ 2020માં ડેનિસ કોટ્સને આશરે 4,750 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને 2,144 કરોડ મળ્યા. ટેસ્લાના સીઈઓ મસ્કને 3,591 કરોડનું પેકેજ મળ્યું. બીજી બાજુ એપલના સીઈઓ ટીમ કૂકને 957 કરોડ રૂપિયા અને માઈક્રોસ ફ્ટના સીઈઓ સત્ય નાડેલાને 306 કરોડ રૂપિયા પગાર મળ્યા છે. કોટ્સે કોરોના સામેની લડત માટે યુકે સરકારને 100 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ આપી હતી. દિગ્ગજો દ્વારા લેવામાં આવેલા આ પગારમાં ભથ્થા, ડિવિડન્ડ, બોનસ અને અન્ય વસ્તુઓ શામેલ છે.

 

આ પણ વાંચો: West Bengal Election 2021 : પીએમ મોદીએ કહ્યું કે ખેલાડી વારંવાર અમ્પાયર પર સવાલ ઉઠાવે તો સમજો તેની રમત સમાપ્ત

Next Article