આ દેશમાં જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર મુકાયો પ્રતિબંધ, જાણો કેવી રીતે લેવાયો આ મોટો નિર્ણય

|

Mar 08, 2021 | 10:24 AM

અગાઉ 2011 માં ફ્રાન્સે ચહેરાને સંપૂર્ણ ઢાંકતા કપડા પર પ્રતિબંધ મુક્યો હતો. તેમજ ડેનમાર્ક,ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બુલ્ગારિયામાં પણ સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ છે. આ બાદ તાજેતરમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં (Switzerland) પણ આ નિર્ણય લેવાયો છે.

આ દેશમાં જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર મુકાયો પ્રતિબંધ, જાણો કેવી રીતે લેવાયો આ મોટો નિર્ણય
લોકમત દ્વારા લેવાયો નિર્ણય

Follow us on

ફ્રાંસ, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા બાદ હવે સ્વિટ્ઝર્લૅન્ડએ (Switzerland) પણ મુસ્લિમ મહિલાઓને જાહેર સ્થળોએ હિજાબ અને બુરખા પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં (Switzerland) આ બાબતે લોકમત યોજવામાં આવ્યો હતો. જેમાં 51 ટકા મતદારોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ રેસ્ટોરન્ટ્સ, રમતના મેદાન, સાર્વજનિક પરિવહન સાધનો અથવા રસ્તાઓ પર ચાલતા સમયે ફેસ કવરિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે સ્વિટ્ઝર્લૅન્ડની સંસદ અને દેશની સંઘીય સરકારની રચના કરનારી સાત સભ્યોની કારોબારી સમિતિએ આ લોકમત દરખાસ્તનો વિરોધ કર્યો હતો.

જો કે ધાર્મિક સ્થાનો પર જતા સમયે ચહેરો ઢાંકવો, તેમજ સ્વાસ્થ્ય કારણો જેવા કે કોવિડ -19થી બચવા માટે માસ્કની છૂટ આપવામાં આવી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સાર્વજનિક સ્થાનો પર બુરખો પહેરવાની છૂટ હોવી જોઈએ કે નહીં આ બાબતનો નિર્ણય કરવા માટે લોકમતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 7 માર્ચે સ્વિટ્ઝર્લૅન્ડની આ બાબત પર મતદાન કર્યું હતું.

તમને જણાવી દઇએ કે આ અગાઉ 2011 માં ફ્રાન્સે ચહેરાને સંપૂર્ણ ઢાંકતા કપડા પર પ્રતિબંધ મુક્યો હતો. ડેનમાર્ક,ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બુલ્ગારિયામાં પણ સાર્વજનિક સ્થાનો પર બુરખા પહેરવા પર પ્રતિબંધ છે.

Next Article