US: ટેક્સાસમાં બંધક સંકટ સમાપ્ત, હુમલાખોરને FBIએ કર્યો ઠાર, તમામ બંધકોને સુરક્ષિત કાઢ્યા બહાર

|

Jan 16, 2022 | 11:55 PM

Texas Synagogue Attack: અહેવાલો અનુસાર, પ્રાર્થના સ્થળે ઓછામાં ઓછા ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બંધક બનાવવામાં આવેલા ચાર લોકોમાં એક રબ્બી (યહુદી ધાર્મિક નેતા) પણ હતા.

US: ટેક્સાસમાં બંધક સંકટ સમાપ્ત, હુમલાખોરને FBIએ કર્યો ઠાર, તમામ બંધકોને સુરક્ષિત કાઢ્યા બહાર
Texas hostage crisis ends

Follow us on

અમેરિકાના (America) ટેક્સાસ (Texas) માં એક બંદૂકધારીએ યહૂદી પ્રાર્થના હોલ (Synagogue) માં ઘૂસીને ઘણા લોકોને બંધક બનાવ્યા હતા (Texas Synagogue Attack). 10 કલાકના તણાવ બાદ તમામ બંધકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બંદૂકધારી (હુમલાખોર) ને ઠાર કરવામાં આવ્યો છે. કોલીવિલે પોલીસ ચીફ માઈકલ મિલરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે FBIની બચાવ ટીમે તમામ બંધકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. FBIએ કહ્યું કે તેઓએ બંદૂકધારીની ઓળખની પુષ્ટિ કરી છે પરંતુ કહ્યું કે તેઓ હજુ તેને જાહેર કરશે નહીં. FBIએ તેના મૃત્યુના કારણની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે હજુ તપાસ હેઠળ છે.

રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે (State Governor Greg Abbott) રવિવારે જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે ટેક્સાસની પ્રાર્થના સ્થળ પર કલાકો સુધી ચાલેલા મડાગાંઠ બાદ તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. એબોટે ટ્વીટમાં લખ્યું, ‘પ્રાર્થના સ્વીકારી. બહાર આવેલા તમામ બંધકો જીવિત અને સુરક્ષિત છે.’

ગવર્નરે કહ્યું કે બંદૂકધારીએ એક દોષિત આતંકવાદીને મુક્ત કરવાની માગ કરી હતી અને ઘણા લોકોને બંદી બનાવી લીધા હતા. અહેવાલો અનુસાર, પ્રાર્થના સ્થળે ઓછામાં ઓછા ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બંધક બનાવવામાં આવેલા ચાર લોકોમાં એક રબ્બી (યહુદી ધાર્મિક નેતા) પણ છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જો બિડેનને પણ આપવામાં આવી હતી આ માહિતી

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (US President Joe Biden) ને પણ બંધકોની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ શનિવારે સાંજે ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ જો બિડેનને જાણ કરવામાં આવી છે અને તેઓ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.

ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે (Israeli Prime Minister Naftali Bennett) કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. “અમે બંધકો અને બચાવકર્તાઓની સલામતી માટે પ્રાર્થના કરીએ છીએ.”

CAIR એ હુમલાની કરી નિંદા

દેશના સૌથી મોટા મુસ્લિમ તરફી જૂથ CAIR એ શનિવારે આ હુમલાની નિંદા કરી છે. CAIR ના નેશનલ ડેપ્યુટી ડાયરેક્ટર એડવર્ડ અહેમદ મિશેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળ પરનો આ તાજેતરનો યહૂદી વિરોધી હુમલો દુષ્ટતાનું અસ્વીકાર્ય કૃત્ય છે.” અમે યહૂદી સમુદાય સાથે એકતામાં ઊભા છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે સુરક્ષા અધિકારીઓ બંધકોને ઝડપથી અને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં સક્ષમ બને.

 

આ પણ વાંચો: World Economic Forum: પીએમ મોદી કાલે કરશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત, આ મુદ્દાઓ પર કરશે વાત

આ પણ વાંચો: Aafia Siddiqui: કોણ છે લેડી અલ-કાયદા ‘આફિયા સિદ્દીકી’ ? જેને છોડાવવા માટે પાકિસ્તાની આતંકવાદીએ અમેરીકામાં લોકોને બંધક બનાવ્યા

Next Article