હમઝા બિન લાદેન મર્યો નથી, જીવે છે…પશ્ચિમી દેશો પર તોળાઈ રહ્યો છે ખતરો ?

|

Sep 17, 2024 | 5:59 PM

અફઘાનિસ્તાનમાં 2019માં યુએસ એરસ્ટ્રાઇકમાં હમઝા બિન લાદેનનું મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે જીવતો હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે પશ્ચિમી દેશો પર હુમલો થવાની શક્યતા વધી ગઈ છે. કારણ કે તેણે અલ કાયદાની કમાન સંભાળી હોવાનો દાવો છે.

હમઝા બિન લાદેન મર્યો નથી, જીવે છે...પશ્ચિમી દેશો પર તોળાઈ રહ્યો છે ખતરો ?
Hamza bin Laden

Follow us on

અલકાયદાના પૂર્વ નેતા ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનને લઈને નવો ખુલાસો સામે આવ્યો છે. હમઝા 2019માં અમેરિકી હવાઈ હુમલામાં માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે હમઝા જીવતો છે અને તેણે અલ કાયદાની કમાન સંભાળી લીધી છે. હમઝા હવે પશ્ચિમી દેશો પર નવા હુમલાની યોજના બનાવી રહ્યો છે. આતંકવાદના ક્રાઉન પ્રિન્સ તરીકે ઓળખાતો હમઝા બિન લાદેન હવે ફરીથી અલ કાયદાને તૈયાર કરી રહ્યો છે. તેની દેખરેખ હેઠળ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ માટે નવા ટ્રેનિંગ કેમ્પની સ્થાપના કરવામાં આવી છે.

મીડિયા અહેવાલો અનુસાર અલ કાયદા બ્રિટન અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સામે હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે આતંકવાદીઓને ફરીથી તાલીમ આપવામાં આવી રહી છે. હમઝાના નેતૃત્વથી આતંકવાદી જૂથ મજબૂત બન્યું છે. એટલું જ નહીં, હમઝાની હાજરી તાલિબાન સાથે અલકાયદાના સંબંધોને ગાઢ બનાવી રહી છે. હમઝાનો ભાઈ અબ્દુલ્લા બિન લાદેન પણ અલ કાયદાની કામગીરીમાં સામેલ હોવાના અહેવાલ છે. હમઝા બિન લાદેન અને તેની ચાર પત્નીઓએ સીઆઈએથી બચવા માટે ઘણા વર્ષો સુધી ઈરાનમાં આશ્રય લીધો હોવાનું માનવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં 2019માં યુએસ એરસ્ટ્રાઇકમાં તેનું મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. એ સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે હમઝા બિન લાદેન માર્યો ગયો છે. ત્યારે હવે અમેરિકામાં ચૂંટણી સમયે હમઝા બિન લાદેન જીવતા હોવાના સમાચાર ડોનાલ્ટ ટ્રમ્પને ચૂંટણીમાં નુકશાન પહોંચાડી શકે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પશ્ચિમી દેશો પર તોળાઈ રહ્યો છે ખતરો ?

રિપોર્ટ સૂચવે છે કે હમઝાનું અસ્તિત્વ ઇરાક યુદ્ધ પછી અલ કાયદાના સૌથી શક્તિશાળી ઉદય તરફ દોરી શકે છે. તેનાથી પશ્ચિમમાં આતંકવાદી પ્રવૃત્તિની નવી લહેરની આશંકા વધી ગઈ છે. 2011માં ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી અને 2022માં યુએસ ડ્રોન હુમલામાં ઓસામાના અનુગામી અલ-ઝવાહિરીની હત્યા પછી શાંતિ હતી. પરંતુ તાલિબાનની સત્તામાં વાપસીનો ફાયદો ઉઠાવીને અલકાયદા ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી ખતરનાક પરિણામો આવી શકે છે.

તાલિબાન આપી રહ્યું છે સમર્થન

તાલિબાને અમેરિકા સાથેના સોદામાં આતંકવાદી જૂથો સાથેના સંબંધો ખતમ કરવાનું વચન આપ્યું હતું. જો કે, અલ કાયદાને દેશમાં પોતાને સ્થાપિત કરવાની મંજૂરી આપીને તેણે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ સાથે તેનું જોડાણ ખતમ થવાનું નથી. જેના કારણે સુરક્ષાની સ્થિતિ વધુ જટિલ બની છે. કેટલાક અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાનમાં 21થી વધુ વિવિધ આતંકવાદી નેટવર્ક સક્રિય છે. ખાસ વાત એ છે કે અલકાયદાના ટ્રેનિંગ કેમ્પ એવા વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે જ્યાં અગાઉ પશ્ચિમી સેનાઓ લડી ચૂકી છે. આ કેમ્પોની હાજરી અલ કાયદાની વધતી જતી તાકાતનો પુરાવો છે. તેનાથી 9/11 જેવો બીજો હુમલો થવાની શક્યતા વધી છે.

Next Article