Afghanistan: તાલિબાની ફરમાનથી મીડિયાની પાંખો કપાઈ, તાલિબાને કહ્યું ‘રિવ્યૂ થયા વગર એક પણ રિપોર્ટ નહીં થાય પબ્લિશ’

|

Nov 29, 2021 | 6:30 PM

અફઘાનિસ્તાનમાં મીડિયાની પાંખો કપાઈ જશે. જેમાં તાલિબાને જાહેર કર્યું છે કે કોઈપણ મીડિયા અથવા સમાચાર એજન્સીઓને તેના કહેવાતા વહીવટીતંત્રના હિતોની વિરુદ્ધ કંઈપણ પ્રકાશિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Afghanistan: તાલિબાની ફરમાનથી મીડિયાની પાંખો કપાઈ, તાલિબાને કહ્યું રિવ્યૂ થયા વગર એક પણ રિપોર્ટ નહીં થાય પબ્લિશ
Taliban Leaders (File Photo)

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન સરકારે નવી મીડિયા ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ દરમિયાન તાલિબાન સરકારે એક એવો નિર્ણય જાહેર કર્યો છે, જેના કારણે અફઘાનિસ્તાનમાં મીડિયાની પાંખો કપાઈ જશે. જેમાં તાલિબાને (Taliban)જાહેર કર્યું છે કે કોઈપણ મીડિયા અથવા સમાચાર એજન્સીઓને તેના કહેવાતા વહીવટીતંત્રના હિતોની વિરુદ્ધ કંઈપણ પ્રકાશિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

તાલિબાનની સત્તામાં વાપસી બાદથી એવી ચર્ચા હતી કે હવે અફઘાનિસ્તાનમાં મીડિયાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અફઘાનિસ્તાન જર્નાલિસ્ટ પ્રોટેક્શન કમિટી (AJSC)ને ટાંકીને ખામા પ્રેસે અહેવાલ આપ્યો છે કે ઉત્તરી બદખ્શાન પ્રાંત (Badakhshan province)માં સ્થાનિક સત્તાવાળાઓએ મીડિયા આઉટપુટને સમીક્ષા અને સેન્સરશીપ પછી તેમના અહેવાલો પ્રકાશિત કરવા કહ્યું છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

 

તેના તાજેતરના અહેવાલમાં AJSCએ જણાવ્યું હતું કે બદખ્શાન પ્રાંતમાં તાલિબાને જાહેર કર્યું છે કે કોઈપણ મીડિયા અથવા સમાચાર એજન્સીઓને સમૂહના હિતની વિરુદ્ધ પ્રકાશિત કરવાની મંજૂરી નથી. ખામા પ્રેસ અનુસાર AJSCએ જણાવ્યું કે માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય નિર્દેશક, મુઝુદ્દીન અહમદીએ કહ્યું છે કે મહિલાઓને રિપોર્ટિંગ હેતુઓ માટે જાહેરમાં હાજર રહેવાની મંજૂરી નથી.

 

તાલિબાનના ડરથી પત્રકારો દેશ છોડવા મજબૂર

મુઝુદ્દીન અહમદીએ કહ્યું છે કે મહિલા મીડિયા કર્મચારીઓ પુરૂષ કર્મચારીઓ કરતા અલગ ઓફિસમાં કામ કરી શકે છે. તાલિબાનની પીછેહઠ બાદથી ડઝનબંધ પત્રકારો (Journalist) તેમના રિપોર્ટિંગને લઈ બદલાના ડરથી દેશ છોડીને ભાગી ગયા છે. આ સિવાય એવા પત્રકારો પણ છે જેઓ છુપાઈ ગયા છે. તે જ સમયે, ઘણી મહિલાઓને તેમના વરિષ્ઠ પદ છોડવા પડ્યા છે.

 

બીજી તરફ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી દુર્દશાને કારણે ડઝનબંધ નાની મીડિયા સંસ્થાઓ બંધ કરવી પડી છે. દેશમાં ચાલી રહેલી દુર્દશાની અસર મીડિયા સંસ્થાઓ (Media House) પર પણ પડી છે, કારણ કે તેઓ તેમના કર્મચારીઓનો પગાર પણ ચૂકવવા સક્ષમ નથી.

 

દેશના 70 ટકા મીડિયાકર્મીઓ બેરોજગાર

અફઘાનિસ્તાનમાં મીડિયાને સમર્થન આપતી સંસ્થા નેહાદ રસાના-એ-અફઘાનિસ્તાન (NAI)એ જણાવ્યું હતું કે ઈસ્લામિક અમીરાતના શાસનથી દેશમાં 257થી વધુ મીડિયા સંસ્થાનોએ નાણાકીય પડકારો તેમજ પ્રતિબંધોને કારણે કામ કરવાનું બંધ કરી દીધું છે. જેમાં પ્રિન્ટ, રેડિયો અને ટીવી સ્ટેશનનો સમાવેશ થાય છે.

 

એક અહેવાલ અનુસાર 70 ટકાથી વધુ મીડિયાકર્મીઓ બેરોજગાર થઈ ગયા છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાય એ છે, જે હજુ પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવામાં વ્યસ્ત છે. કોઈપણ મીડિયા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, સરકારી ક્ષમતાના અભાવ અથવા તાલિબાન લોકોના વર્તન અંગે અહેવાલ આપી શક્યું નથી.

 

આ પણ વાંચો: યુદ્ધ તો જીત્યું પરંતુ દેશ ચલાવામાં છૂટી રહ્યો છે પરસેવો, તાલિબાને યુરોપિયન યૂનિયન પાસે ઝોળી ફેલાવી

 

આ પણ વાંચો: Parliament Winter Session: કોંગ્રેસ, શિવસેના, TMC, CPI, CPM સહિત 12 રાજ્યસભા સાંસદ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

Next Article