અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા! નોર્વેમાં ચાલી રહેલી બેઠકથી ચર્ચા શરૂ, યુરોપીય દેશો પર ઉઠ્યા સવાલ

|

Jan 24, 2022 | 11:37 AM

Taliban EU Talks: માન્યતા મેળવવાની ઈચ્છા સાથે તાલિબાન સરકારના અધિકારીઓ નોર્વેમાં બેઠક કરી રહ્યાં છે. ત્રણ દિવસીય બેઠકની શરૂઆત રવિવારે થઈ હતી.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા! નોર્વેમાં ચાલી રહેલી બેઠકથી ચર્ચા શરૂ, યુરોપીય દેશો પર ઉઠ્યા સવાલ
File Image

Follow us on

કાબુલઃ અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી (Taliban Foreign Minister Amir Khan Muttaqi) ની આગેવાનીમાં તાલિબાનના એક પ્રતિનિધિમંડળે પશ્ચિમી દેશ નોર્વેની સરકારના અધિકારીઓ અને અફઘાન નાગરિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ઓસ્લોમાં રવિવારે ત્રણ દિવસીય વાર્તા શરૂ કરી છે. અફઘાનિસ્તાનમાં (Afghanistan) બગડતી માનવી સ્થિતિ વચ્ચે આ વાર્તા થઈ રહી છે. આ બેઠક નોર્વેની રાજધાની ઓસ્લોના ઉપરી વિસ્તારમાં બરફથી ઢંકાયેલા પહાડો પર બનેલી એક હોટલમાં થઈ રહી છે.

ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આ પ્રથમ વખત છે, જ્યારે તેના પ્રતિનિધિઓની યુરોપમાં સત્તાવાર બેઠક થઈ છે (Taliban Government in Afghanistan). આ પહેલા તેણે રશિયા, ઈરાન, કતર, પાકિસ્તાન, ચીન અને તુર્કમેનિસ્તાનની યાત્રા કરી હતી. આ બેઠક તાલિબાનના કબજા પહેલા અફઘાનિસ્તાનમાં હાજર રહેલા ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના એક સભ્ય દેશ નોર્વેમાં થઈ રહી છે. તેવામાં આ બેઠક બાદ ફરી તે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું યુરોપીયન દેશ તાલિબાન સરકારને માન્યતા આપે છે.

નોર્વે સરકારને નારાજ કરી શકે છે નિવેદન

તાલિબાનના પ્રતિનિધિમંડળના સભ્ય શફીઉલ્લાહ આઝમે ‘ધ એસોસિએટેડ પ્રેસ’ને કહ્યું કે પશ્ચિમી અધિકારીઓની સાથે બેઠકો અફઘાન સરકારને કાયદેસર બનાવવા માટે એક પગલું છે અને આ પ્રકારના નિમંત્રણ અને સંવાદથી યુરોપીય સમુદાય, અમેરિકી અને ઘણા અન્ય દેશોથી અફઘાન સરકારની ખોટી તસવીર હટાવવામાં મદદ મળશે. આ નિવેદન નોર્વે સરકારને નારાજ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આશરે 200 લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

આ પહેલા નોર્વેના વિદેશ મંત્રી એનીકેટ હુઇટફેલ્ટે તે વાત પર ભાર આપ્યો હતો કે આ વાર્તાનો અર્થ તાલિબાને કાયદેસર ગણાવવું કે માન્યતા આપવાનો નથી. તાલિબાનની સાથે બેઠકના વિરોધમાં રવિવારે આશરે 200 પ્રદર્શનકારીઓએ નોર્વેના વિદેશ મંત્રાલયના કાર્યાલય સમક્ષ એકઠા થયા હતા. તાલિબાનને કોઈ અન્ય દેશે રાજદ્વારી માન્યતા આપી નથી. તાલિબાનના પ્રતિનિધિઓએ રવિવારે કેટલીક મહિલા અધિકાર કાર્યકર્તાઓ અને માનવાધિકારના હિમાયતિઓ સાથે મુલાકાત પણ કરી હતી.

 

આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો’

આ પણ વાંચો: Saudi  Takes Down Houthi’s Missile: હુતિયોને તમાચો, સાઉદી અરેબિયા અને યુએઈ પર એક સાથે બેલિસ્ટિક મિસાઇલોથી કર્યો હુમલો

 

Next Article