શુક્રવારે કોકેઈન સપ્લાયના આરોપમાં ઓસ્ટ્રેલિયા (Australia) ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલની ધરપકડ કરવામાં આવ્યા બાદ સિડની પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આ ધરપકડ અંગે જણાવવામાં આવ્યું હતું કે, 52 વર્ષીય સ્ટુઅર્ટ મેકગિલ (Stuart MacGill) ની મંગળવારે ચેટ્સવુડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પ્રતિબંધિત દવાઓના મોટા વેપારી જથ્થાના સપ્લાયનો ભાગ હોવાનો આરોપ હતો.
સ્ટુઅર્ટ મેકગિલે તેના અપહરણ વિશે પોલીસને જણાવ્યું હતું કે, ‘તેને વારંવાર માથાના ભાગ પર મારવામાં આવ્યો હતો જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. તેને નોર્થ સિડનીથી બળજબરીથી કારમાં બેસાડવામાં આવ્યો હતો અને સાઉથ સિડનીના બ્રિગલી તરફ લઈ જવામાં આવ્યો હતો. તેને બેલમોર છોડવાના એક કલાક પહેલા ત્રણ હુમલાખોરોએ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ કેસની છેલ્લી સુનાવણીમાં એક ન્યાયાધીશે બે કથિત અપહરણકર્તાઓને પૂછ્યું હતું કે શું મેકગિલ તેની ઈચ્છાથી કારમાં બેઠો હતો? વર્ષ 2021માં મેકગિલે કહ્યું હતું કે તેની આમાં કોઈ સંડોવણી નથી. તેણે કંઈ ખોટું કર્યું નથી. ભૂતપૂર્વ સ્પિનરને ડ્રગના આરોપમાં શરતી જામીન આપવામાં આવ્યા હતા અને તેણે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો હતો. સ્ટુઅર્ટ મેકગિલ હવે 26 ઓક્ટોબરે મેનલી લોકલ કોર્ટમાં હાજર થશે.
આ પણ વાંચો : New York News : 11-દિવસીય ‘સેન ગેન્નારો ફેસ્ટિવલ’ માટે ન્યૂયોર્કના લિટલ ઈટાલીમાં તૈયારીઓ શરૂ
સ્ટુઅર્ટ મેકગિલ ઓસ્ટ્રેલિયા તરફથી 44 ટેસ્ટ અને 3 ODI મેચ રમી ચૂક્યો છે. મેકગિલે 44 ટેસ્ટમાં 208 વિકેટ અને 3 ODI મેચમાં 6 વિકેટ લઈ ચૂક્યો છે. શેન વોર્ન બાદ તેને ઓસ્ટ્રેલિયાનો નવી સ્પિન કિંગ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ તે માત્ર ટેસ્ટમાં જ સારી કારકિર્દી બનાવી શક્યો હતો અને વનડેમાં તેને કોઈ ખાસ ચાંસ મળ્યો જ નહીં.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:56 pm, Sat, 16 September 23