સ્વીડનના વૈજ્ઞાનિકોએ આપ્યા સારા સમાચાર, કોરોનાની ગંભીરતામાં 20 ટકા ઘટાડો કરનાર Geneની ઓળખ કરી

કોવિડ -19ના રોગચાળાની શરૂઆતથી તમામ વૈજ્ઞાનિકો અને સંશોધકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે સ્વીડનના વૈજ્ઞાનિકો (Scientists)એ એવો દાવો કર્યો છે કે, એક એવું જનીન શોધી કાઢ્યું છે જે કોવિડ ચેપની ગંભીરતાને 20 ટકા ઓછી કરી દે છે.

સ્વીડનના વૈજ્ઞાનિકોએ આપ્યા સારા સમાચાર, કોરોનાની ગંભીરતામાં 20 ટકા ઘટાડો કરનાર Geneની ઓળખ કરી
File Image
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:10 PM

છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસ (Coronavirus) સમગ્ર વિશ્વમાં લોકોને ટેન્શન આપી રહ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ની ઓળખ નવેમ્બર 2021માં કરવામાં આવી હતી. તેને પણ કોરોનાની જેમ મોટી સંખ્યામાં લોકોને ચેપગ્રસ્ત કર્યા હતા. આ ખતરનાક વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) અને યુનાઈટેડ કિંગડમ છે. સ્વીડિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એક એવું જનીન શોધી કાઢ્યું છે જે કોવિડ ચેપની ગંભીરતાને 20 ટકા ઘટાડે છે.

‘ડેઈલી મેઈલ’ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે શા માટે કોવિડ-19 કેટલાક લોકોને અન્ય કરતા વધુ અસર કરે છે. સંશોધકોએ કહ્યું કે તેમની શોધથી એવી રસી બનાવવામાં મદદ મળશે, જે કોરોના વાઈરસ સામે અત્યંત અસરકારક છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ ચોક્કસ જનીનની હાજરી વંશીયતા અનુસાર બદલતી રહે છે. અભ્યાસમાં જણાવ્યું છે કે યુરોપિયન લોકોમાં આ જનીન ત્રણમાંથી એક વ્યક્તિમાં હોય છે, જ્યારે આફ્રિકન લોકોમાં તે 10માંથી આઠ વ્યક્તિમાં છે.

ઘણા દેશોએ વાઈરસને રોકવા માટે ભારે નિયંત્રણો લગાવ્યા

ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે હોંગકોંગે જીમ અને રેસ્ટોરન્ટ બંધ કરી દીધા છે. આ સિવાય ન્યૂઝીલેન્ડે પણ પોતાની સરહદ પર કડકાઈ વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં 93% પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં બાળકોને બૂસ્ટર ડોઝ આપવા અને રસીકરણની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

દેશમાં કોરોનાના કેસમાં આંશિક રાહત

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસો મામલે આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો શનિવારની સરખામણીમાં ઓછો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાની સંખ્યા 4,86,451ને પાર પહોંચી ગઈ છે.

 

આ પણ વાંચો: અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટ નારાજ, કહ્યું કાયદા અને નિયમો હોવા છતાં અમલ કરાતો નથી

આ પણ વાંચો: Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ