
એક શહેર ધીમે ધીમે જમીનમાં ધસી રહ્યું છે. સ્થિતિ એવી છે કે લોકોને દરરોજ અહીથી જવાનું કહેવામાં આવી રહ્યું છે. ધરતી ધસી જવાને કારણે શહેરની હોસ્પિટલથી લઈને શાળા સુધીની દરેક વસ્તુને નુકસાન થયું છે. વાસ્તવમાં, આ શહેરને એક ‘વરદાન’ મળ્યું છે અને તે વરદાન એ છે કે અહીં અમૂલ્ય ખનિજો હાજર છે. આવા ખનિજો પણ અહીં હાજર છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક કારની બેટરીમાં થાય છે. આ જ કારણ છે કે અહીં લાંબા સમયથી ખાણકામનું કામ ચાલી રહ્યું છે. આવનારો સમય ઈલેક્ટ્રિક કારનો રહેવાનો છે. આવી સ્થિતિમાં કારની બેટરી સૌથી મહત્વની વસ્તુ હશે. આ બેટરીને તૈયાર કરવામાં કેટલાક દુર્લભ મિનરલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ શહેરનું નામ કિરુના (સ્વીડન) છે અને તેની વસ્તી 18000 છે. આર્ક સર્કલથી તેનું અંતર માત્ર 125 માઈલ છે. મતલબ કે ઉનાળામાં અહીં રાત્રે પણ સૂર્યપ્રકાશ હોય છે. વર્ષોના ખાણકામના કારણે આ શહેર જમીનમાં ધસી રહ્યું છે. આ વર્ષે એવું કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી પરના કેટલાક સૌથી કિંમતી અને દુર્લભ ખનિજો અહીં હાજર છે. આ ખનિજોનો ઉપયોગ કારની બેટરી અને પવનચક્કીઓમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ત્યારપછી ખાણકામ પણ વધ્યું છે.
એક સરકારી કંપની કિરુનામાં ખોદકામનું કામ જોઈ રહી છે. અહીં હાજર ખાણ વિશ્વની સૌથી મોટી લોખંડ ખાણ છે. તેના દ્વારા યુરોપિયન યુનિયનની 80 ટકા પુરવઠા પૂરી થાય છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે કિરુણા પોતાની જ સફળતાનો શિકાર બની ગઈ છે. એફિલ ટાવરમાં જોવા મળે છે તેનાથી છ ગણું વધુ લોખંડ અહીંથી દરરોજ કાઢવામાં આવે છે. જેના કારણે જમીન ધસી પડવા લાગી છે, જેના કારણે શહેર પણ ધીમે ધીમે ગળી રહ્યું છે.
અહેવાલો અનુસાર, હોસ્પિટલો અને સ્થાનિક શાળાઓની દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે હવે આ શહેર રહેવા માટે યોગ્ય નથી. શહેર હવે બે માઈલ દૂર વસાવવામાં આવી રહ્યું છે. આ માટે અહીંની ઈમારતો ઉપાડી લઈ જવામાં આવી રહી છે. 1912માં બનેલા શહેરના પ્રાચીન ચર્ચને પણ મશીનની મદદથી ઉપાડીને નવા શહેરમાં લઈ જવામાં આવી રહ્યું છે. લોકો એવી પણ આશા રાખે છે કે જ્યારે તેઓ નવા શહેરમાં જશે, ત્યારે તેઓના સંજોગો સુધરશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો