Sweden News : સ્વીડને વિદેશમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી, કુરાનના અપમાનની ઘટનાના કારણે તણાવ

|

Aug 15, 2023 | 7:33 PM

લેન્ડરહોમે એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી જૂથોએ સ્વીડનને નિશાન બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે એવા સંકેતો છે કે આ જૂથો વિદેશમાં સ્વીડનના હિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે.

Sweden News : સ્વીડને વિદેશમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી, કુરાનના અપમાનની ઘટનાના કારણે તણાવ

Follow us on

કુરાનના અપમાનની ઘટનાઓ બાદ સ્વિડને વિદેશમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે દેશમાં કુરાન સળગાવવાની તાજેતરની ઘટનાઓ અને મુસ્લિમ વિશ્વમાં વિરોધને જોતા વિદેશમાં હાજર લોકો અને ઉદ્યોગપતિઓએ સાવચેત રહેવું જોઈએ. સ્વીડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરિક લેન્ડરહોમે જણાવ્યું હતું કે દેશ અને વિદેશમાં સ્વીડનના હિતોને જોખમમાં વધારો થવાના સંકેતો છે અને સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

લેન્ડરહોમે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી જૂથોએ સ્વીડનને નિશાન બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે એવા સંકેતો છે કે આ જૂથો વિદેશમાં સ્વીડનના હિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે. તેણે ગયા મહિને ઈરાકની રાજધાની બગદાદમાં સ્વીડિશ દૂતાવાસ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે લેબનોનની રાજધાની બેરૂતમાં રાજદ્વારી મિશન પર ગત સપ્તાહે થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ફસાયા, હવે આ આરોપમાં દાખલ થયો કેસ

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

મુસ્લિમ દેશોમાં અપમાન પર સ્વીડનમાં આક્રોશ

તાજેતરમાં જ પડોશી ડેનમાર્કમાં, કેટલાક ઇસ્લામ વિરોધી કાર્યકરો દ્વારા કુરાનની જાહેરમાં અપમાનની ઘટનાઓ બની હતી. આ ઘટનાને લઈને મુસ્લિમ દેશોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્વીડનમાં કુરાન અથવા અન્ય ધાર્મિક ગ્રંથોને બાળવા અથવા અપમાનિત કરવા પર પ્રતિબંધ મૂકતો કોઈ ચોક્કસ કાયદો નથી. ઘણા પશ્ચિમી દેશોથી વિપરીત, અહીં કોઈ ઈશ્કનિંદા કાયદા નથી. લોકોએ તેને ધાર્મિક સ્વતંત્રતા તરીકે જોયો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article