કુરાન સળગાવવાનો મામલોઃ હિંસાની આગમાં સળગી રહ્યું છે સ્વીડન, અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ

|

Apr 19, 2022 | 11:30 AM

પોલીસે કહ્યું છે કે આ રમખાણોમાં (sweden riots) અત્યાર સુધીમાં લગભગ 26 પોલીસ અધિકારીઓ અને 14 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 20થી વધુ પોલીસ વાહનોને પણ આગ ચાંપી દેવાનુ સામે આવ્યુ છે.

કુરાન સળગાવવાનો મામલોઃ હિંસાની આગમાં સળગી રહ્યું છે સ્વીડન, અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ
Sweden Protest

Follow us on

કુરાનને  (Quran) જાણીજોઈને સળગાવવાની ઘટનાઓને કારણે સ્વીડનમાં અશાંતિ (Sweden Protest) ફેલાઈ ગઈ છે. દક્ષિણપંથી જૂથ દ્વારા વિરોધ પ્રદર્શનોએ ઘણા શહેરોમાં હિંસા(Violence)  ફેલાવી છે. આ દરમિયાન કાર સળગાવી દેવામાં આવી છે, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. દેશના અધિકારીઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે. પ્રદર્શન હિંસક (Swedon Riots) બનતા દેશના ઘણા ભાગોમાં તણાવ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રમખાણોમાં અત્યાર સુધીમાં લગભગ 26 પોલીસ અધિકારીઓ અને 14 નાગરિકો ઘાયલ થયા છે. આ સિવાય પોલીસના (Swedon Police) 20થી વધુ વાહનોને પણ સળગાવવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સ્વીડનના વડા પ્રધાન મેગડાલેના એન્ડરસને દેશમાં બની રહેલી આ ઘટનાઓની સખત નિંદા કરી છે. એન્ડરસને રિપોર્ટમાં ટાંકીને કહ્યું, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જે લોકો પોલીસ પર હુમલો કરે છે તેઓ સ્વીડિશ લોકશાહી સમાજ પર હુમલો કરી રહ્યા છે. ગુનેગારોની ધરપકડ કરવી જોઈએ, કેસ ચલાવવો જોઈએ અને જેલમાં મોકલવા જોઈએ.

સાઉદી અરેબિયાએ આ ઘટનાની નિંદા કરી

સાઉદી અરેબિયાએ પણ સ્વીડનમાં બની રહેલી આ ઘટનાઓનો વિરોધ કર્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે સોમવારે વહેલી સવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તે સ્વીડનમાં કેટલાક ઉગ્રવાદીઓ દ્વારા પવિત્ર કુરાનને ઇરાદાપૂર્વક બાળી નાખવા અને દુરુપયોગની સખત નિંદા કરે છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ અનુસાર હાલ પૂર્વીય શહેર નોરેશપિંગમાં રવિવારે સતત તોફાનો થઈ રહ્યા હતા, જેને કારણે પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ

સ્વીડનમાં થયેલી હિંસાના પગલે પોલીસે અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પર શનિવારે દક્ષિણી શહેર માલમામાં દૂર-જમણેરી એક રેલી દરમિયાન થયેલી હિંસામાં અનેક વાહનોને આગ લગાવવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે, ડેનિશ-સ્વીડિશ નાગરિક રાસ્મસ પાલુદને માલમામાં કેટલાક લોકોને સંબોધિત કર્યા હતા. આ પછી અહીં વિરોધ ફાટી નીકળ્યો. થોડી જ વારમાં લોકોએ અહીં પથ્થરમારો શરૂ કરી દીધો, બાદમાં પોલીસે ભીડને વિખેરવા માટે પેપર સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : પાકિસ્તાનમાં રાજકીય ડ્રામા યથાવત, નવા કેબિનેટ સભ્યોને શપથ આપવાનો રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનો ઇનકાર

Published On - 11:28 am, Tue, 19 April 22

Next Article