પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, ફુગાવો તેની ટોચ પર છે. આ નાણાકીય વર્ષમાં, ફુગાવાનો દર સરેરાશ 25.4 ટકા હતો. તે એક વર્ષ પહેલા 10.3 ટકા હતો. જાન્યુઆરીમાં, ગ્રાહક ભાવ સૂચકાંકમાં 27.5 ટકાનો વધારો થયો છે, જે લગભગ 50 વર્ષમાં સૌથી વધુ છે. જ્યારે રૂપિયાની કિંમત 35 ટકાથી વધુ ઘટી છે.
પાકિસ્તાનમાં ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રી યુસુફ નઝારે કહ્યું કે, આ સમયે ખાદ્ય ચીજો પર 40 ટકા ફુગાવો જોવા મળી રહ્યો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આનાથી પાકિસ્તાનના ગરીબ લોકોને ભૂખમરો અને ભીખ માંગવાની આરે લઈ આવી છે. આવતા દિવસો વધુ મુશ્કેલ હશે.
અર્થશાસ્ત્રીઓ કહે છે કે, પાકિસ્તાને તેની નીતિઓ બદલવાની જરૂર છે, પરંતુ પાકિસ્તાન તેની નીતિઓ આગામી દિવસોમાં બદલતુ હોય તેવું લાગતું નથી. પાકિસ્તાનની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ લગાવી શકાય છે કે ઘણી મોટી કંપનીઓનો વ્યવસાય બંધ થવા લાગ્યો છે. આનું સૌથી મોટું કારણ કાચો માલ નથી.
આ પણ વાચો: Taliban VS Pakistan : હવે તાલિબાને પણ પાકિસ્તાનને બતાવી ઓકાત, બોર્ડર કરી બંધ, બિલાવલને આપી ચેતવણી
પાકિસ્તાન વિદેશી વિનિમય અનામતની અછત છે, જેના કારણે તે કાચા માલની આયાત કરવામાં અસમર્થ છે. શુક્રવારે સ્ટોક એક્સચેંજ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુઝુકી મોટર કોર્પના સ્થાનિક એકમ ભાગોના અભાવને કારણે તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરી દીધું છે.
ટાયર-ટ્યુબ બનાવતી ગાંધારા ટાયર અને રબર કંપનીએ 13 ફેબ્રુઆરીએ તેના પ્લાન્ટને બંધ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે કાચા માલની અછતના કારણે આવું થઈ રહ્યું છે. અમે અહીં ફક્ત બે કંપનીઓ વિશે વાત કરી રહ્યા છીએ જે કરાચી સ્ટોક એક્સચેંજમાં સૂચિબદ્ધ છે. પરંતુ પાકિસ્તાનમાં ખાતર, સ્ટીલ અને કાપડથી સંબંધિત ઘણી કંપનીઓએ તો અનિશ્ચિત સમય માટે તેમના ફેક્ટરીઓ બંધ કરી દીધી છે અથવા તેઓ સમયાંતરે કામ કરી રહ્યા છે. આરિફ હબીબ લિમિટેડના સંશોધન અને રોકાણના વડા આરીફ હબીબના જણાવ્યા અનુસાર, આ દેશના આર્થિક વિકાસને વિક્ષેપિત કરશે અને બેરોજગારીમાં વધારો કરશે.
સુઝુકીની જેમ, હોન્ડા મોટર અને ટોયોટા મોટરના સ્થાનિક એકમના કામને પણ અસર થઈ રહી છે. તેઓ થોડા યુનિટમાં કામ કરી રહ્યા છે. પાકિસ્તાન ઓટોમોટિવ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં કારનું વેચાણ ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. પાકિસ્તાનની આ ખરાબ અર્થવ્યવસ્થાએ ચિંતામાં વધારો કર્યો છે. દૂધની કિંમત લિટર દીઠ 250 રૂપિયા પર પહોંચી છે અને ચિકન ભાવ પ્રતિ કિલો બોનલેસ ચિક 1000-1200 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.
વિદેશી લોન ચૂકવવામાં પાકિસ્તાનની ડિફોલ્ટની સંભાવના જોતા ચીને સોમવારે કહ્યું હતું કે તે કટોકટીનો સામનો કરવા માટે તેના સદાબહાર મિત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓને સમર્થન આપે છે. તે જ સમયે, ચીનને આશા હતી કે પાકિસ્તાન મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકશે. પાકિસ્તાને ચીન પાસેથી સૌથી વધુ લોન લીધી છે. સોમવારે સ્ટેટ બેંક પાકિસ્તાન (એસબીપી) દ્વારા શેર કરેલા ડેટા અનુસાર, પાકિસ્તાનની વર્તમાન ખાતાની ખાધ જાન્યુઆરીમાં 90.2 ટકા ઘટીને 0.24 અબજ થઈ છે, જે ગયા વર્ષે તે જ મહિનામાં 2.47 અબજ ડોલર હતી.