Suez Canal : ઈજીપ્તની પહેલી મહિલા કેપ્ટન Marwa Elselehdar પર લાગ્યો સુએઝમાં જહાજ ફસાવવાનો આરોપ

|

Apr 05, 2021 | 4:09 PM

Suez Canal : ઈજીપ્તની સુએઝ કેનાલમાં મહાકાય Ever Given જહાજ ફસાયું હતું, જે એક વૈશ્વિક મુદ્દો બન્યો હતો. આ ઘટનાથી જળપરિવહન ક્ષેત્રે અબજોનું નુકસાન થયું હતું.

Suez Canal : ઈજીપ્તની પહેલી મહિલા કેપ્ટન Marwa Elselehdar પર લાગ્યો સુએઝમાં જહાજ ફસાવવાનો આરોપ
ઈજીપ્તની પ્રથમ મહિલા કેપ્ટન Marwa Elselehdar

Follow us on

Suez Canal : ઇજિપ્તની સુએઝ કેનાલમાં વિશાળ કાર્ગો શિપ Ever Given અટવાયા બાદ સુએઝ કેનાલની બંને બાજુ જળપરિવહન જામ થઈ ગયું હતું અને 350 થી વધુ કાર્ગો જહાજ ફસાયા હતા. ત્યારબાદ ઈજીપ્તની પહેલી મહિલા કેપ્ટન Marwa Elselehdar મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને તેને આ ઘટના માટે તેણે દોષી ઠેરવવામાં આવી હતી, જ્યારે તે સમયે Marwa Elselehdar સેંકડો માઇલ દૂર એલેક્ઝાન્ડ્રિયામાં ‘એડા-ફોર’ નામના જહાજમાં ફર્સ્ટ મેટ તરીકે કામ કરી રહી હતી.

ફેકન્યુઝના કારણે મારવા હેરાન થઇ ગઈ હતી
મહાકાય Ever Given જહાજ સુએઝ કેનાલમાં અટવાઈ ગયા પછી મારવા વિશે ફેકન્યુઝ ફરવા લાગ્યા અને સુએઝમાં મહાકાય જહાજ ફસાવા અંગે તેની ભૂમિકા વિશે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા. આને કારણે મારવાને આંચકો લાગ્યો હતો. કેમ કે સંપાદિત થયેલા સમાચારમાં તેમના ફોટો વપરાયા હતા. મારવાના નકલી ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા હતા.

મારવાએ વ્યકત કર્યું દુઃખ
Marwa Elselehdar એ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ અફવા કોણે અને કેમ ફેલાવી તેનો તેમને ખ્યાલ નથી. તેણે કહ્યું, ‘મને લાગ્યું કે આ ક્ષેત્રમાં સફળ મહિલા હોવાને કારણે અને ઇજિપ્તની હોવાથી નિશાન બનાવવામાં આવી હતી. જો કે, તે શા માટે કરવામાં આવ્યુ હશે તે બરાબર કહી શકાશે નહીં.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અફવાઓ ફેલાયા પછી આ વાતનો હતો ડર
Marwa Elselehdar કહે છે કે જ્યારે તેમના નામની અફવાઓ અને ફેકન્યુઝ ફેલાવાના શરૂ થઈ ગયા ત્યારે તેને ડર હતો કે આની અસર તેના કામ પર પડશે.મારવાએ કહ્યું, ‘આ ફેકન્યુઝ અંગ્રેજીમાં હતા, તેથી ઘણા દેશોમાં ઝડપથી ફેલાયા.’ તેણે કહ્યું, ‘મેં આ સમાચારને ખોટા ઠેરવવાના પ્રયત્ન કર્યા, કારણ કે તેનાથી મારું નામ ખરાબ થયું છે. આ ફેકન્યૂઝમાં ઘણી નકારાત્મક ટિપ્પણીઓ હતી, પરંતુ ઘણા સામાન્ય લોકો અને મારી સાથે કામ કરનારાઓએ પણ સકારાત્મક ટિપ્પણીઓ લખી હતી. જે લોકો મને પ્રોત્સાહિત કરી રહ્યા હતા તેમના તરફ મેં ધ્યાન આપ્યું હતું.

સુએઝ કેનાલ પાર કરવા માટે મળ્યો હતો રાષ્ટ્રપતિ એવોર્ડ
અભ્યાસ પૂરો કર્યા પછી Marwa Elselehdar એ જહાજમાં ફર્સ્ટ મેટ તરીકે કામ કર્યું. 2015 માં જ્યારે ‘એડા-ફોર’ જહાજ પ્રથમ વખત સુએઝ કેનાલમાં ઉતર્યું હતું, ત્યારે મારવાને તેની કેપ્ટન બનાવવામાં આવી હતી. તે સમયે ઇજિપ્તની સુએઝ કેનાલને પાર કરનાર સૌથી યુવા અને પ્રથમ મહિલા કેપ્ટન હતી. આ માટે વર્ષ 2017 માં ઇજિપ્તમાં આયોજિત મહિલા દિનની ઉજવણીમાં રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ-સિસી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Published On - 4:08 pm, Mon, 5 April 21

Next Article