
દારફુર: સુદાનમાં રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ એક ભારતીય નાગરિકનું અપહરણ કર્યું છે. સુદાનની સેનાએ RSF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. દેશમાં 2023 થી RSF અને સેના વચ્ચે લડાઈ ચાલી રહી છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં આ સંઘર્ષની સૌથી વધુ ઘાતક અસરો જોવા મળે છે, જ્યાં 13 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે.
NDTVના અહેવાલ મુજબ, એક વીડિયોમાં ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના આદર્શ બેહેરા નામના એક ભારતીય વ્યક્તિ બે RSF લડવૈયાઓ વચ્ચે બેઠો છે, જેમાંથી એક પૂછે છે, “શું તમે શાહરૂખ ખાનને જાણો છો?” તેની પાછળ ઉભેલા અન્ય એક સૈનિક તેને કેમેરા સામે “દગાલો ગુડ” કહેવા માટે કહે છે. “દગાલો” ભયાનક RSF નેતા મોહમ્મદ હમદાન દગાલો અથવા “હેમેતી” સાથે સંકળાયેલ છે.
BREAKING: INDIAN NATIONAL CAPTURED & HUMILIATED BY RSF FIGHTERS IN SUDAN — FEARS HE WAS EXECUTED AFTERWARDS
Shocking New footage from Sudan shows an Indian national being captured and publicly humiliated by RSF fighters — a jihadist terrorist group made up of Arab Muslim… pic.twitter.com/CQKAdkt7LT
— Kofy Time (@kofy_time) November 3, 2025
NDTV એ સૂત્રોના હવાલાથી અહેવાલ આપ્યો છે કે 36 વર્ષીય બેહરાને ખાર્તુમથી લગભગ 1,000 કિલોમીટર દૂર અલ ફશીર શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાંથી, તેમને દક્ષિણ પશ્ચિમ સુદાનમાં RSF ગઢ અને દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલા લઈ જવામાં આવ્યા હશે. તે ખાર્તુમથી લગભગ 1,200 કિલોમીટર દૂર છે.
NDTV એ ઓડિશામાં બેહરાના પરિવારનો સંપર્ક કર્યો, જેમા તેમણે જણાવ્યુ કે 36 વર્ષીય બેહર 2022 થી સુદાનમાં સોકરાતી પ્લાસ્ટિક ફેક્ટરી નામની કંપનીમાં કામ કરી રહ્યો હતો. બેહરાની પત્ની સુસ્મિતાએ NDTV ને જણાવ્યું કે આ દંપતી આઠ અને ત્રણ વર્ષના બે છોકરાઓના માતાપિતા છે.
બેહરાના પરિવારે NDTV સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હાથ જોડીને જમીન પર બેઠો છે અને કેમેરા સામે વિનંતી કરી રહ્યો છે કે, “હું અહીં અલ ફશીરમાં છું, જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું બે વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી અહીં રહી રહ્યો છું. મારો પરિવાર અને બાળકો ખૂબ જ ચિંતિત છે. હું રાજ્ય (ઓડિશા) સરકારને મદદ માટે અપીલ કરું છું.”
Published On - 8:47 pm, Mon, 3 November 25