ખતરનાક જગ્યાએ ફરવાનાં ચક્કરમાં આ ભાઈ તાલિબાનીઓનાં ગઢમાં ભરાયા, જાણો પછી શું થયું

|

Aug 21, 2021 | 4:50 PM

માઇલ્સ કાબુલમા થોડો સમય વિતાવવાનું વિચારી રહ્યો હતો પરંતુ તાલિબાને કબજો કરી લીધા બાદ તેણે પોતાનો વિચાર બદલવો પડ્યો અને અફઘાનિસ્તાનમાંથી બહાર નિકળવા માટે ખૂબ મહેનત પણ કરવી પડી

ખતરનાક જગ્યાએ ફરવાનાં ચક્કરમાં આ ભાઈ તાલિબાનીઓનાં ગઢમાં ભરાયા, જાણો પછી શું થયું
Student arrives in Afghanistan after searching for dangerous places on Google

Follow us on

Weird News: કઇંક અલગ કરવાના ચક્કરમાં ઘણી વખત લોકો મુસિબતમાં પડી જતા હોય છે. સોશિયલ મીડિયા (Social Media) પર પોતે કેટલા કુલ અને અલગ છે તેનો દેખાડો કરવા માટે લોકો કઇ પણ કરી બેસે છે અને પછી તેમને પસ્તાવાનો વારો આવે છે. લંડનના એક વિદ્યાર્થી સાથે એવુ જ કઇંક બન્યુ. 24 વર્ષના માઇલ્સ રુટલેજે ગુગલ પર ટાઇપ કર્યુ કે પર્યટકો માટે દુનિયાનું સૌથી ખતરનાક શહેર કયુ છે અને બસ તે અફઘાનિસ્તાન (Afghanistan) તરફ જવા રવાના થઇ ગયો. આ વ્યક્તિને એ વાતનો બિલકુલ અંદાજ નોહતો કે ત્યાં તેણે તાલિબાનીઓનો સામનો કરવો પડશે.

અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થવાની સાથે જ માઇલ્સ કાબુલમાં ફસાઇ ગયો. તેણે કેટલી વાર અહીંથી નિકળવાના પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યો. આ દરમિયાન તે યૂએન સેફહાઉસમાં છુપાયેલો રહ્યો હતો. પરંતુ હવે તેને સુરક્ષિત કાબુલમાંથી બહાર કાઢી લેવાયો છે. માઇલ્સે પોતાની આ યાત્રાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર પણ શેયર કરી છે.

માઇલ્સ કાબુલમા થોડો સમય વિતાવવાનું વિચારી રહ્યો હતો પરંતુ તાલિબાને કબજો કરી લીધા બાદ તેણે પોતાનો વિચાર બદલવો પડ્યો અને અફઘાનિસ્તાનમાંથી બહાર નિકળવા માટે ખૂબ મહેનત પણ કરવી પડી. તેણે ફેસબુક પર પોસ્ટ શેયર કરીને પોતાની આપવીતી જણાવી હતી સાથે જ તેણે એક ફોટો પણ શેયર કર્યો હતો જેમાં તે આર્મી ગિયરમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં તેણે લખ્યુ કે મને અન્ય 100 લોકો સાથે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે. તાલિબાનીઓએ અમને એરપોર્ટ પરથી જવા દીધા. અમે ઘણા બધા તાલિબાનીઓને પણ મળ્યા. કેટલાક લોકોએ તો સેલ્ફી પણ લીધી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તેણે લખ્યુ કે અમે હવે એક સેફ હાઉસમાં છીએ. અમે બધા હાઇડ્રેટેડ છીએ અને કેટલાક કલાકો માટે સુવા જઇ રહ્યા છે. હુ આનાથી પહેલા એક ગંદા રસ્તા પર પણ સુતો હતો. પરંતુ હવે હુ સલામાત છુ. માઇલ્સે રવિવારે પોતાના ફ્રેન્ડ સાથે ઓનલાઇન આવીને વાતચીત કરી હતી તેમાં તેણે જણાવ્યુ હતુ કે, હુ હવે મરવા માટે તૈયાર છુ. તેણે કહ્યુ કે હુ ધાર્મિક છે એટલે આશા રાખુ છુ કે ઉપર વાળો મારી રક્ષા કરશે.

આ પણ વાંચો

Afghanistan Update: 150 થી વધુ ભારતીયોના અપહરણનો દાવો, તાલિબાને કહ્યું – તમામ સુરક્ષિત, એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા

આ પણ વાંચો –

Tiger 3: રશિયામાં ધમાકેદાર એક્શન સિનથી થઈ શૂટિંગની શરૂઆત, સલમાન-કેટરીનાની જોડી ફરી છવાઈ જશે

આ પણ વાંચો –

Neeraj chopra ને વિશેષ સન્માન મળશે, સેના આ સ્પોર્ટસ સંસ્થાનું નામ ખેલાડીના નામ પરથી રાખશે

Next Article