તાઈવાનમાં આજે એક મોટો ભૂકંપનો ઝટકો આવ્યો છે. જેના કારણે આખો ટાપુ હલી ગયો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ. જાપાને દક્ષિણી ટાપુ જૂથ ઓકિનાવા માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ 3 મીટર સુધીની સુનામીની ભવિષ્યવાણી કરી છે. લગભગ અડધા કલાક બાદ તેને કહ્યું કે સુનામીની પ્રથમ લહેર મિયાકો અને યેયામા ટાપુઓના દરિયાકિનારા પર આવી ચૂકી છે.
#WATCH | An earthquake with a magnitude of 7.2 hit Taipei, the capital of Taiwan.
(Source: Reuters) pic.twitter.com/SkHBHrluaZ
— ANI (@ANI) April 3, 2024
તાઈવાનની ભૂકંપ એજન્સીએ તીવ્રતા 7.2ની જણાવી છે, જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે તે 7.5 છે. ત્યારે ભૂકંપથી તાઈવાનના પૂર્વીય શહેર હુલિએનમાં ઈમારતોના પાયા હલી ગયા છે. ભૂકંપનો ઝટકો રાજધાની તાઈપેમાં અનુભવાયો છે.
ભૂકંપના કારણે તાઈવાનના હુઆલિનમાં ઘણી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગઈ છે અને ઘણુ નુકસાન પહોંચ્યુ છે. સ્પીડ ટ્રેનની સર્વિસને રોકી દેવામાં આવી છે. અંડર ગ્રાઉન્ડ રેલવે સ્ટેશનથી લોકોને નીકળતા જોઈ શકાય છે. તાઈવાનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ બતાવવામાં આવી રહ્યો છે.
ભૂકંપના કારણે તાઈપે, તાઈચૂંગ અને કાઉશુંગમાં મેટ્રો સિસ્ટમ રોકી દેવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમી જાપાનના મિયાકોજિમા અને યેયામા વિસ્તારના તળેટી વિસ્તારની સાથે સાથે ઓકિનાવા પ્રાંતમાં ઓકિનાવાના મુખ્ય દ્વીપ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Published On - 6:55 am, Wed, 3 April 24