શું વિશ્વમાં અન્ય એક નવા અને અત્યંત જીવલેણ રોગ જન્મ લઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે જાપાનમાં એક દુર્લભ રોગ ફેલાઈ રહ્યો છે. સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS), “માંસ ખાનારા બેક્ટેરિયા” ને કારણે થતો દુર્લભ રોગ.આ રોગ એટલો ઘાતક છે કે તે 48 કલાકની અંદર દર્દીનું મોત થઇ જાય છે. જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝ દ્વારા નોંધાયેલા ડેટા અનુસાર, દેશમાં આ વર્ષે 977 કેસ નોંધાયા છે. જાપાનમાં રોગ અને તેના ફેલાવા પર નજર રાખતી સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે આ વર્ષના કેસ ગયા વર્ષના 941 કેસના રેકોર્ડ કરતાં વધી ગયા છે.
ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટીના ચેપી રોગોના પ્રોફેસર કેન કિકુચીના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો જે આ બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે તેઓ 48 કલાકની અંદર મૃત્યુ પામે છે. આ ખૂબ જ ખતરનાક છે. આ કારણે, ચેપગ્રસ્ત વ્યક્તિને સવારે પગમાં સોજો દેખાય છે, જે બપોર સુધીમાં ઘૂંટણ સુધી ફેલાય છે અને અસરગ્રસ્ત વ્યક્તિ 48 કલાકની અંદર મૃત્યુ પામે છે.
યુરોપના અન્ય કેટલાક દેશોએ WHOને ગ્રુપ A સ્ટ્રેપ્ટોકોકસ રોગના કેસોમાં વધારો નોંધાવ્યો છે, જેમાંથી સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ એક ઘટક છે. ડબ્લ્યુએચઓ અનુસાર, કોરોનાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો હટ્યા બાદ તેના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમના લક્ષણોમાં સોજો, ગળામાં દુખાવો, શરીરના અંગોમાં દુખાવો, લો બ્લડ પ્રેશર, તાવ, શરદી, સ્નાયુમાં દુખાવો, ઉલ્ટી વગેરેનો સમાવેશ થાય છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ, નેક્રોસિસ, અંગની નિષ્ફળતાને કારણે મૃત્યુ વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ જીવલેણ રોગ થવાનું જોખમ વધારે છે. પોતાને સુરક્ષિત રાખવા માટે, ઘાને ખુલ્લો ન છોડો, તમારા હાથ સાફ કરતા રહો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. ચેપગ્રસ્ત વ્યક્તિથી દૂર રહો.
Published On - 3:46 pm, Sun, 16 June 24