
Strait of Hormuz માં ભારતીય ટેન્કર પર થયેલી ગોળીબારની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. આ ઘટના દરમિયાન Strait of Hormuzમાંથી પસાર થઈ રહેલા બે વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક ભારતીય જહાજ હોવાનું જણાવાયું છે. પ્રાથમિક માહિતી મુજબ, ઈરાની નૌકાદળ દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
આ ગંભીર ઘટનાને લઈને ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલી ને સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભારતીય જહાજ પર હુમલો સ્વીકાર્ય નથી અને આ મામલે સ્પષ્ટતા માંગવામાં આવી છે. માહિતી મુજબ, આ ઘટના ઓમાન નજીકના સમુદ્ર વિસ્તારમાં બની હતી.
સૂત્રો અનુસાર, હુમલા સમયે જહાજોમાં આશરે 2 મિલિયન બેરલ ઈરાકી તેલ ભરેલું હતું. સદભાગ્યે, અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ મળ્યા નથી. તેમ છતાં, આ ઘટનાએ હોર્મુઝ વિસ્તારમાં પહેલાથી જ ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.
Iranian Navy Fires on Indian Oil Tanker in Hormuz Strait | India Summons Iranian Ambassador | TV9Gujarati#IndianTankerAttack #HormuzStrait #IranIndia #HormuzAttack #IndianOilTanker #IranFires #TV9Gujarati pic.twitter.com/lGeOauWL5s
— Tv9 Gujarati (@tv9gujarati) April 18, 2026
વિશ્વસ્તરે જોવામાં આવે તો Strait of Hormuz અત્યંત મહત્વપૂર્ણ વેપારી માર્ગ છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલનો પરિવહન થાય છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.
અહેવાલો મુજબ, ઈરાનમાં હાલ યુદ્ધસમાન પરિસ્થિતિને કારણે આંતરિક સ્તરે પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. વિવિધ દળો અને એકમો વચ્ચે યોગ્ય સંચાર ન હોવાથી આવી ઘટનાઓ બનતી હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ આવી ગેરસમજના કારણે ગોળીબારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
As per Channel 16 maritime communications, the captain of the Indian oil tanker Sanmar Herald was reportedly heard urging Iranian forces to stop firing in the Strait of Hormuz, but the attack continued, forcing the vessel to turn back.
Hostility toward India could carry serious… pic.twitter.com/1jK5YwLJfO
— Baba Banaras™ (@RealBababanaras) April 18, 2026
આ વચ્ચે, ઈરાને જાહેરાત કરી છે કે Strait of Hormuz ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર કરવામાં આવેલી નાકાબંધીના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત પછી ઘણા વેપારી જહાજોએ આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે, જેના કારણે વૈશ્વિક તેલ સપ્લાય પર પણ અસર પડવાની શક્યતા છે.
આ સમગ્ર ઘટનાએ એક વખત ફરી દર્શાવ્યું છે કે Strait of Hormuz વિસ્તાર કેટલી ઝડપથી સંવેદનશીલ બની શકે છે અને નાની ઘટના પણ કેવી રીતે વૈશ્વિક સ્તરે મોટા પ્રભાવ પેદા કરી શકે છે.
પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા! જાણો કારણ
Published On - 8:28 pm, Sat, 18 April 26