Sri Lanka: શ્રમિક દિવસના અવસરે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યું, ‘તમામ રાજકીય પક્ષોએ તેમના મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવું જોઈએ’

|

May 01, 2022 | 1:48 PM

એક દિવસ પહેલા શ્રીલંકાની શક્તિશાળી બૌદ્ધ ધાર્મિક સંસ્થાએ ચેતવણી આપી હતી કે, જો ગોટબાયાના મોટા ભાઈ અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે દેશના રાજકીય અને આર્થિક સંકટને ઉકેલવા માટે વચગાળાની સરકાર બનાવવા માટે રાજીનામું નહીં આપે તો લોકો તમામ નેતાઓને નકારી કાઢશે.

Sri Lanka: શ્રમિક દિવસના અવસરે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યું, તમામ રાજકીય પક્ષોએ તેમના મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવું જોઈએ
Sri Lankan President Gotabaya Rajapaksa
Image Credit source: Image Credit Source: AFP

Follow us on

Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ (President Gotabaya Rajapaksa) રવિવારે કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ તેમના મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે, દેશ અત્યારે સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સરકાર પાસેથી તાત્કાલિક રાજીનામું આપવાની માંગ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે જનતાને આપવામાં આવેલા સંદેશમાં રાજપક્ષેએ મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવાની વાત કરી હતી.

એક દિવસ પહેલા, શ્રીલંકાની શક્તિશાળી બૌદ્ધ ધાર્મિક સંસ્થાએ ચેતવણી આપી હતી કે, જો ગોટબાયાના મોટા ભાઈ અને દેશના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે દેશના રાજકીય અને આર્થિક સંકટને ઉકેલવા માટે વચગાળાની સરકાર બનાવવા માટે રાજીનામું નહીં આપે તો લોકો તમામ નેતાઓને નકારી કાઢશે. ગોટાબાયાએ ટ્વિટ કર્યું, ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના અવસર પર, હું ફરી એકવાર તમામ રાજકીય પક્ષોને સાથે આવવા આમંત્રણ આપું છું. ચાલો આપણે રાજકીય મતભેદો ભૂલી જનહિતની લડતમાં હાથ જોડીએ.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

આર્થિક સંકટના કારણે રાજપક્ષે દરેકના નિશાના પર

શક્તિશાળી બૌદ્ધ ધર્મગુરુઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર સામે વટહુકમ બહાર પાડવાની ધમકી આપી છે. બૌદ્ધ ધર્મગુરુઓએ શનિવારે શ્રીલંકામાં દેશમાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટને ઉકેલવા માટે વચગાળાની સરકારની રચનાનો માર્ગ સાફ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. 9 એપ્રિલથી હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે કારણ કે સરકાર પાસે મહત્વપૂર્ણ આયાત માટે પૈસા નથી.

શ્રીલંકામાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ઈંધણ, દવાઓ અને વીજળીના પુરવઠામાં ભારે અછત છે. તાજેતરમાં બૌદ્ધ ધાર્મિક નેતાઓ, નાગરિક સંસ્થાઓ અને વેપારી વર્તુળોએ મુખ્યત્વે બૌદ્ધ રાષ્ટ્રમાં વચગાળાની સરકારની રચના માટે હાકલ કરી છે. હવે બૌદ્ધ ધર્મગુરુઓએ વચગાળાની સરકારની રચનાનો માર્ગ સાફ કરવા વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામા માટે દબાણ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article