શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે નાગરિકો રસ્તા પર ઉતર્યા, ગોટાબાયાના સમર્થકોમાં ભારે નારાજગી

|

Apr 11, 2022 | 8:24 AM

2015 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિન્દાની (Mahinda rajapaksa)કારમી હાર પછી સેંકડો સમર્થકોએ તેમને સત્તા પર પાછા લાવવાનું વચન આપ્યુ હતુ, પરંતુ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે નાગરિકો રસ્તા પર ઉતર્યા, ગોટાબાયાના સમર્થકોમાં ભારે નારાજગી
sri lanka crisis

Follow us on

શ્રીલંકામાં આર્થિક સંકટ  (Sri lanka crisis) ઘેરી બની રહ્યું છે અને ત્યાં તમામ જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ રહી છે. લાંબા વીજ કાપ, ગેસ, ખાદ્યપદાર્થો અને અન્ય પાયાની વસ્તુઓની અછતને લઈને જનતા ઘણા અઠવાડિયાથી વિરોધ કરી રહી છે. જનતાનો રોષ જોઈને તમામ કેબિનેટ મંત્રીઓએ રાજીનામું (Cabinet Minister Resign) આપવુ પડ્યુ.હાલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે  (gotabaya rajapaksa) પર પણ પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના ભાઈ મહિન્દા રાજપક્ષ હવે દેશના PM છે અને તેમની સામે લોકોની નારાજગી પણ વધી રહી છે.

રાજધાની કોલંબોથી (Colombo)લગભગ 200 કિમી દૂર કાર્લટનનું નાનકડું માછીમારી શહેર, જે શ્રીલંકાના શાસક પરિવારનું પૈતૃક ઘર છે અને જ્યારે પણ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે મુલાકાત લેતા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ દેશમાં બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે અહીંના લોકોનો મૂડ પણ બદલાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

સમર્થકોમાં ભારે નારાજગી

થોડા મહિનાઓ પહેલા રાજપક્ષે પરિવારના સભ્ય મહિન્દા વિશે ખરાબ અભિપ્રાય ધરાવનાર વ્યક્તિને શોધવાનું લગભગ અશક્ય હતુ. 2015 માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિન્દાની શરમજનક હાર પછી, આ ગામમાં સમર્થકોએ તેમને સત્તામાં પાછા લાવવાનુ વચન પણ આપ્યુ. પરંતુ હવે લાગે છે કે સમય બદલાયો છે અને લોકોની ધીરજનો અહીં પણ અંત આવી ગયો છે.મહિન્દાના ભાઈ પ્રમુખ ગોટાબાયા વિરુદ્ધ “ગો ગોટા ગો” ના નારા લગાવવામાં આવી રહ્યા છે. પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પણ પડી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કાર્લટનમાં સુરક્ષા વધારવામાં આવી

કાર્લટનમાં આ દિવસોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. શહેરની સુરક્ષા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં સશસ્ત્ર પોલીસકર્મીઓ સાથે આતંકવાદ વિરોધી અર્ધલશ્કરી દળ સામેલ છે.ઉલ્લેખનીય છે કે, હંબનટોટા જિલ્લાનો તંગલે વિસ્તાર જેણે રાજપક્ષે પરિવારના ત્રણ સભ્યોને એક જ પક્ષના સંસદમાં મોકલ્યા હતા. તેણે 2019ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયાને 66 ટકા મત આપ્યા હતા, પરંતુ આજે શહેર પણ રાજપક્ષે પરિવારથી ભારે અસંતુષ્ટ છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે યુએસ રાષ્ટ્રપતિ બાઈડન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર થશે વાતચીત

Next Article