
આપને જાણીને નવાઈ લાગશે કે સિંગાપોરની આર્થિક સ્થિતિ પહેલેથી આવી ન હતી. એક સમય હતો જ્યારે સિંગાપોરમાં દારૂણ ગરીબી હતી અને ચારેબાજુ ઝોંપડપટ્ટીઓ હતી. બેરોજગારી અને ગરીબીથી ગ્રસ્ત દેશ હતો. 1965માં જ્યારે તેને મલેશિયાથી અલગ કરી સ્વતંત્ર કરવામાં આવ્યુ એ સમયે તેની પાસે કોઈ સંસાધનો ન હતા. ન તેલ, ન ખેતીને લાયક કોઈ જમીન કે કોલસા. કંઈ જ ન હતુ. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં સિંગાપોરે જે વિકાસની હરણફાળ ભરી છે તે સમગ્ર વિશ્વ માટે પ્રરેણા બની ગયો છે. ઝુંપડપટ્ટીઓથી ભરેલો આ દેશ આજે કેવી રીતે આર્થિક રીતે સુપરપાવર બન્યો? સિંગાપોર 1965 સુધી બ્રિટીશ વસાહત હતુ અને બાદમાં મલેશિયા ફેડરેશનમાં જોડાયુ. જોકે વંશીય, રાજકીય અને આર્થિક તફાવતોને કારણે તેને ફેડરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યુ. જ્યારે સિંગાપોરને સ્વતંત્રતા મળી ત્યારે તે એક અત્યંત ગરીબ ટાપુ દેશ હતો. જેનો બેરોજગારી દર 14% હતો. માથાદીઠ આવક માત્ર $500 હતી. મોટાભાગના લોકો ઝુંપડપટ્ટીઓમાં રહેતા હતા. દેશમાં પીવાના પાણીની પણ કમી હતી, તેને પાણી પણ મલેશિયા પાસેથી આયાત...
Published On - 9:06 pm, Mon, 10 November 25