Singapore News: ભારતીય મૂળના વ્યક્તિને ફાંસી અપાઇ, એક કિલો ગાંજાની દાણચોરી કેસમાં દોષિત પુરવાર થયો હતો

Singapore News: સિંગાપોરમાં ડ્રગ્સની દાણચોરીના દોષિત ભારતીય મૂળના 46 વર્ષીય વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. આ વ્યક્તિને એક કિલો ગાંજાની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પરિવારે ફાંસી સામે ઘણી વખત અપીલ પણ કરી હતી.

Singapore News: ભારતીય મૂળના વ્યક્તિને ફાંસી અપાઇ, એક કિલો ગાંજાની દાણચોરી કેસમાં દોષિત પુરવાર થયો હતો
| Edited By: | Updated on: Apr 26, 2023 | 4:30 PM

Singapore News: ડ્રગ્સની દાણચોરીના દોષિત ભારતીય મૂળના વ્યક્તિને સિંગાપોરમાં ફાંસી આપવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, એક કિલોગ્રામ ગાંજાની દાણચોરીના દોષિત તંગરાજુ સુપ્પૈયાને સિંગાપોરની ચાંગી જેલ સંકુલમાં ફાંસી આપવામાં આવી છે. ફાંસીની સજા સંભળાવ્યા બાદ તંગરાજુનો પરિવાર સતત સિંગાપોરના રાષ્ટ્રપતિને તેને માફ કરવા માટે અપીલ કરી રહ્યો હતો, પરંતુ તેમની અપીલ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તંગરાજુની ફાંસી પહેલા, બ્રિટિશ અબજોપતિ અને જિનીવા સ્થિત ગ્લોબલ કમિશન ઓન ડ્રગ પોલિસીના સભ્ય રિચાર્ડ બ્રેન્સને સિંગાપોર સરકાર પર નિશાન સાધ્યું હતું. રિચર્ડ બ્રેન્સને પોતાના બ્લોગમાં લખ્યું છે કે જ્યારે તંગરાજુ સુપ્પૈયાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના કબજામાંથી ડ્રગ્સ મળી આવ્યું ન હતું. તેણે ભારપૂર્વક કહ્યું કે સિંગાપોરમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરવામાં આવી રહી છે.

સિંગાપોરમાં ડ્રગ્સ અને નશા અંગેના કડક કાયદા

ફાંસી પહેલા સિંગાપોરના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે તંગરાજુનો ગુનો સાબિત થઈ ગયો છે. તેણે બે મોબાઈલ ફોન નંબરનો ઉપયોગ કરીને ડ્રગ્સ પહોંચાડ્યું હતું. સિંગાપોરમાં ડ્રગ્સ અને નશા અંગે કડક કાયદા છે.

જણાવી દઈએ કે તંગરાજુ સુપ્પૈયાની વર્ષ 2014માં તસ્કરીના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી, અને 9 ઓક્ટોબર 2018ના રોજ કોર્ટે તેને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો અને તેને મોતની સજા સંભળાવી હતી. તંગરાજુના પરિવારનો આરોપ છે કે પોલીસે પૂછપરછ દરમિયાન તેને કોઈ કાયદાકીય સહાય આપી ન હતી, ન તો તેને તમિલ અનુવાદક પૂરો પાડ્યો હતો, તેમ છતાં તેનું અંગ્રેજી સારું ન હતું. આવી સ્થિતિમાં તેમની વાત જરા પણ સંભળાતી ન હતી.

આ પણ વાંચો : Operation Kaveri : સુદાનમાં ઓપરેશન કાવેરી શરૂ, INS સુમેધા 278 ભારતીયો સાથે જેદ્દાહ પહોચ્યું

મૃત્યુ દંડ સમાપ્ત કરવા માટે સિંગાપોર પર દબાણ

નોંધપાત્ર વાત એ છે કે સિંગાપોરમાં તંગરાજુની ફાંસી સહિત અત્યાર સુધીમાં 12 લોકોને ફાંસી આપવામાં આવી છે. સિંગાપોરના પડોશી દેશ થાઈલેન્ડે પહેલા જ ડ્રગ્સની હેરાફેરી માટે મૃત્યુદંડની સજા નાબૂદ કરી દીધી હતી. હવે સિંગાપોર પર ઘણા દેશો અને માનવાધિકાર સંગઠનો દ્વારા તેનું પાલન કરવાનું દબાણ વધી રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…