Israel: તેલ અવીવમાં થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત, સુરક્ષા દળોએ હુમલાખોરને ઠાર માર્યો

|

Apr 08, 2022 | 9:46 AM

Shooting in Tel Aviv: વડા પ્રધાન નફતાલી બેનેટે (PM Naftali Bennett) એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તે ખૂબ જ મુશ્કેલ રાત રહી છે. હું માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું.

Israel: તેલ અવીવમાં થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત, સુરક્ષા દળોએ હુમલાખોરને ઠાર માર્યો
shooting in tel aviv

Follow us on

ઈઝરાયેલમાં (Israel)ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. તેલ અવીવમાં (Tel Aviv) થયેલા આ હુમલામાં (Shooting in Israel)બે લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ગોળીબારમાં ઘાયલ થયેલા દસ લોકોને નજીકની ઈચિલોવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ (Israel Police) પ્રવક્તા એલી લેવીએ દાવો કર્યો હતો કે આ ગોળીબાર એક “આતંકવાદી હુમલો” હતો જે ડિઝેન્ગોફ સ્ટ્રીટ (Dizengoff Street) પર અનેક સ્થળોએ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ ઘટના સ્થળ તેલ અવીવની સૌથી વ્યસ્ત શેરીઓમાં બની હતી,જ્યાં ઘણા કાફે અને બાર છે.

કલાકોની જહેમત બાદ, ઇઝરાયેલ સુરક્ષા દળોએ હુમલાખોર આતંકવાદીને ઠાર કર્યો છે. હુમલાખોર પેલેસ્ટાઈનના (Palestine) સમરિયાનો રહેવાસી હતો, જે જાફામાં એક મસ્જિદ પાસે છુપાયેલો હતો. તમને જણાવવું રહ્યું કે, SWAT અને Sheen Bet સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર માર્યો હતો.

વડા પ્રધાન નફતાલી બેનેટે શોક વ્યક્ત કર્યો

વડા પ્રધાન નફતાલી બેનેટે (Prime Minister Naftali Bennett) એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તે ખૂબ જ મુશ્કેલ રાત રહી છે. હું માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. તેમણે વધુમાં કહ્યું કે, સુરક્ષા દળો અન્ય આતંકવાદીની શોધમાં જોતરાયા છે જેણે આજે રાત્રે તેલ અવીવમાં ઘાતક હુમલો કર્યો હતો. આતંકવાદી જ્યાં પણ હશે, અમે તેને પકડીશું અને જેણે પણ તેને આડકતરી રીતે કે પ્રત્યક્ષ રીતે મદદ કરી છે તેને ભારે કિંમત ચૂકવવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કેટલાક હુમલાખોર હજુ ફરાર

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર હજુ ફરાર છે. આવી સ્થિતિમાં, સરહદ પોલીસ દળો સહિત સેંકડો પોલીસકર્મીઓએ તેને પકડવા માટે સમગ્ર શહેરમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ પ્રવક્તા એલી લેવીએ તેલ અવીવના રહેવાસીઓને ઘરે રહેવા જણાવ્યું છે. ઇઝરાયલી પોલીસે હુમલાખોરની ઓળખ જાહેર કરતા કહ્યું કે તે પાતળો હતો અને તેણે કાળો શર્ટ અને શોર્ટ્સ પહેરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલાખોર પિસ્તોલથી સજ્જ હતા.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઈમરાન ખાન પાકિસ્તાનને કરશે સંબોધન, કેબિનેટ અને પાર્ટીની બેઠક પણ બોલાવી

Published On - 9:44 am, Fri, 8 April 22

Next Article