China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા

|

Apr 04, 2022 | 9:40 AM

ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને  સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા
Corona In Shanghai (File Photo)

Follow us on

China:  ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં (Shanghai)કોવિડ-19ના  (Covid-19)કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લોકડાઉન (Lockdown પણ લાદવામાં આવ્યુ છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ રવિવારે સેના, નૌકાદળ અને સંયુક્ત સહાય દળોમાંથી ભરતી કરાયેલા 2,000 થી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, જિઆંગસુ, ઝેજિયાંગ અને બેઇજિંગ(Beijing)  જેવા ઘણા પ્રાંતોએ આરોગ્ય કર્મચારીઓને (Health Workers) શાંઘાઈ મોકલ્યા છે, કેટલાક અંદાજો અનુસાર સંખ્યા 10,000 થી વધુ છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાના 438 નવા કેસની પુષ્ટિ થઈ છે.ઉલ્લેખનીય છે કે, 7,788 કેસોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

જિલિનમાં કોરોનાના 4,455 નવા કેસ આવ્યા

રવિવારે ઉત્તર પૂર્વી પ્રાંત જિલિનમાં કોરોના વાયરસના કુલ 4,455 નવા કેસ નોંધાયા હતા, જે શનિવારે નોંધાયેલા કેસો કરતા વધુ છે. જો કે આ સંખ્યા ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે, પરંતુ 2019ના અંતમાં વુહાનમાં જોવા મળેલા કેસો પછી દૈનિક કેસ ચીનમાં સૌથી વધુ છે. 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં બે તબક્કામાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જો કે પૂર્વીય પુડોંગ ક્ષેત્રના રહેવાસીઓને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ પુડોંગ પ્રદેશ શુક્રવારથી ચાર દિવસ માટે લોકડાઉન હેઠળ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

લોકો સોશિયલ મીડિયા પર લોકડાઉન અંગે ફરિયાદ કરી રહ્યા છે

પુડોંગમાં લાખો લોકો હાલ ઘરમાં કેદ છે. રહેવાસીઓને દરરોજ COVID-19 ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. વુહાનમાં 76 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના લોકોને તેના વિશે બહુ ફરિયાદ નહોતી.તમને જણાવી દઈએ કે, શાંઘાઈમાં હાલ ઘણા લોકો લોકડાઉન અંગેની ફરિયાદ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા

રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય સન ચુનલાને વિનંતી કરી છે કે શાંઘાઈમાં કોવિડના કેસોને શક્ય તેટલી વહેલી તકે નિયંત્રિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવે. ચીનમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, 20 માર્ચ પછી સંક્રમણને કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. તમને જણાવી દઈએ કે, દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Sri Lanka: આર્થિક સંકટમાં સપડાયેલ શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે PM

Next Article