
દુશ્મન મળે હજાર પરંતુ કોઈ કંગાળ દોસ્ત ન મળે… આવુ જ કંઈક આજે શ્રીલંકાની સરકાર અને ત્યાંના પૂર પીડિત લોકો પાકિસ્તાન માટે બોલી રહ્યા છે. ભારતના પડોશી દેશ શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. એવામાં ભારત સહિત અનેક દેશો ત્યાં રાહત સામગ્રી મોકલી રહ્યા છે. પરંતુ પાકિસ્તાને તો હદ જ પાર કરી દીધી છે. શહબાઝ શરીફે મદદના નામ પર શ્રીલંકામાં જે રાહત સામગ્રી મોકલી છે. તે એક્સપાયર થઈ ગયેલુ અનાજ છે. હેરાનીની વાત એ છે કે પાકિસ્તાન આવી દગાબાજી તુર્કીય સાથે પણ ચુક્યુ છે.
શ્રીલંકામાં ભારત તરફથી રાહત અને બચાવ કાર્ય માટે રેસક્યુ ટીમ પણ મોકલવામાં આવી છે. એવામાં મોટી મોટી ડીંગો હાંકવા માટે પાકિસ્તાને તુરત શ્રીલંકામાં અનાજના પેકેટ્સ મોકલી દીધા અને ડીંગો મારવા માટે ફુડ પેક્ટ્સના ફોટો પણ તેના શ્રીલંકા સ્થિત પાકિસ્તાની દૂતાવાસના એક્સ હેન્ડલ પર શેર કર્યા. પરંતુ તેની આ બનાવટ બહુ લાંબી ન ચાલી. લોકોએ ફુડ પેકેટ્સની ફોટોને ઝુમ કરીને જોયા તો તેમા એક્સપાયરી ડેટ 2024 દેખાઈ. મતલબ કે મદદના નામ પર પાકિસ્તાન પહેલેથી કુદરતનો માર ખાધેલા શ્રીલંકાવાસીઓ માટે નવી મુસીબત નોતરી રહ્યુ છે. મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે.
Hi @PakinSriLanka, Just noticed you’re sending EXPIRED relief materials to Sri Lanka. https://t.co/xEVfHSoLra pic.twitter.com/o7KOx93Nsi
— Shiv Aroor (@ShivAroor) December 2, 2025
તમને કદાચ યાદ હશે કે વર્ષ 2023માં તુર્કીયમાં આવેલા ભૂકંપ બાદ ભારતે મોટા પાયે રાહત અને બચાવ કાર્ય ચલાવ્યુ હતુ. ટનબંધ રાહત સામગ્રી મોકલી હતી. એવામાં આપણો કંગાળ પડોશી કેમ પાછળ રહે? દુનિયામાં ભારતની વાહવાહી થવા લાગી તો શહબાઝ શરીફ ખુદ રાહત સામગ્રી લઈને તુર્કીય પહોંચી ગયા. પરંતુ ધ્યાનથી જોયુતો ખબર પડી કે આ એ જ રાહત-સામગ્રી છે જે તુર્કીયે પાકિસ્તાનમાં પૂર આવ્યુ ત્યારે મોકલી હતી. મતલબ પાકિસ્તાને બેશર્મી સાથે તુર્કીય ને તેનો જ માલ પકડાવી દીધો.