વડાપ્રધાન, ગૃહ મંત્રી અને …. ઈમરાન ખાને જણાવ્યુ કે તેમના પર કોણે કોણે કરાવ્યો હુમલો

પાર્ટીનો દાવો છે કે ઈમરાનની હત્યા કરવાના ઈરાદાથી આ હુમલો કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા પાછળ વડાપ્રધાન શહબાજ શરીફ સહિત 3 લોકો હોય શકે છે.

વડાપ્રધાન, ગૃહ મંત્રી અને .... ઈમરાન ખાને જણાવ્યુ કે તેમના પર કોણે કોણે કરાવ્યો હુમલો
Imran Khan
Image Credit source: file photo
| Edited By: | Updated on: Nov 03, 2022 | 11:12 PM

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર આજે ગોળીબાર કરી મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના ડાબા પગ પર ગોળીઓ વાગી હતી. તેમને તરત લાહોરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં તેમના પગનું હાડકુ તૂટી ગયુ હતુ. તે બધા વચ્ચે પાકિસ્તાનમાં રાજકીય વાતાવરણ ફરી ગરમ થયુ છે. ઈમરાન ખાનની પાર્ટી આ હુમલાને લઈને સરકાર વિરુદ્ધ આક્રમક બની છે. પાર્ટીનો દાવો છે કે ઈમરાનની હત્યા કરવાના ઈરાદાથી આ હુમલો કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા પાછળ વડાપ્રધાન શહબાજ શરીફ સહિત 3 લોકો હોય શકે છે.

પીટીઆઈ નેતા અસદ ઉમરે એક વીડિયો શેયર કરીને કહ્યુ છે કે, પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને ત્રણ નામ આપ્યા છે, જે આ હુમલા પાછળ હોય શકે છે. તેમણે જણાવ્યુ કે ઈમરાન ખાને અમને બોલાવીને પોતાની તરફથી આ સંદેશ તમારા સુધી પહોંચાડવા કહ્યુ છે. તેમને આ પહેલા પણ આ જાણકારી મળી હતી. તેમના મતે આ હુમલામાં વડાપ્રધાન શહબાજ શરીફ, ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહ ખાન અને મેજર જનરલ ફેસલ નસીર સામેલ છે. હાલ પાકિસ્તાનમાં આ હુમલાને કારણે ઉગ્ર અને હિંસક પ્રદર્શન થઈ રહ્યુ છે. મળતી માહિતી અનુસાર ગૃહ મંત્રીના ઘરની બહાર પણ ગોળીબાર થયો છે. પણ તેમા કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

 

પાકિસ્તાનના વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ

 


હાલના પાકિસ્તાનના વડાપ્રધાને શહબાજ શરીફે આ ઘટનાની નિંદા કરતા ટ્વિટ કરી છે કે, હું આ હુમલાની નિંદા કરુ છું. મેં ગૃહ મંત્રીને ઘટના અંગેનો રિપોર્ટ આપવાના નિર્દેશ કર્યો છે. તેમણે તમામની રિકવરી અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે તપાસના પણ આદેશ આપ્યા છે.